Sunday, June 7, 2026
HomeGujaratBhavnagarયુવરાજસિંહ જાડેજાનું નિવેદન નોંધવા ભાવનગર DSP ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાઇ

યુવરાજસિંહ જાડેજાનું નિવેદન નોંધવા ભાવનગર DSP ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાઇ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગર પોલીસે (Bhavnagar Police) પાઠવેલા સમન્સ મુજબ આજે 12 વાગ્યે પહેલા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) ને ભાવનગર પોલીસ સામે હાજર થવાના છે. યુવરાજસિંહના સમર્થકોને એવી આશંકા છે કે આજે જ્યારે યુવરાજસિંહ ભાવનગર ખાતે નિવેદન લખવવા માટે હાજર થશે ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવશે. જેના કારણે મોટી સંખ્યામાં યુવરાજસિંહના સમર્થકો ભાવનગર DSP ઓફિસ એકત્રિત ન થાય તેના માટે આજે ભાવનગર DSP ઓફિસને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે.

Bhavnagar dummy candidate case Yuvrajsinh Jadeja
Bhavnagar dummy candidate case Yuvrajsinh Jadeja

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આજે યુવરાજસિંહ જ્યારે હાજર થવા જશે ત્યારે તેમણે એક રેલીનું આયોજન કર્યું છે. જોકે આ વાતની ખરાઈ અમે કરી શક્યા નથી. તેમ છતાં જો આવી કોઈ રેલીનું આયોજન હોય અથવા તો મોટી સંખ્યામાં યુવરાજસિંહના સમર્થકો એકત્રિત થાય અને કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાના ભાગ રૂપે DSP ઓફિસમાં 3 PI, 4 PSI , 50 પોલીસકર્મીઓ 16 બોડી વોર્ન કેમેરા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

- Advertisement -
Bhavnagar dummy candidate case Yuvrajsinh Jadeja
Bhavnagar dummy candidate case Yuvrajsinh Jadeja

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહને માત્ર નિવેદન લેવા માટે બોલાવવામાં આવી રહ્યા છે. જો માત્ર નિવેદનમાં ભાવનગર પોલીસને આટલો બંદોબસ્ત ગોઠવવો પડતો હોય તો કોઈ ખુંખાર આરોપીને હાજર કરવાનો હોય તો આખા ભાવનગરની પોલીસને બદોબસ્તમાં ગોઠવવી પડે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવરાજસિંહ આજે સવારે 9.30 વાગ્યે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થવાના હતા, પરંતુ હવે સમય બદલાઈને 11:30 વાગ્યે તેમણે નિવેદન આપવા માટે પહોંચશે તેવી માહિતી મળી રહી છે.

TAG: Bhavnagar Dummy Candidate Case, Yuvrajsinh Jadeja, Bhavnagar Dummy Kand Scam

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular