નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: એર ઇન્ડિયા (Air India) અવારનવાર વિવિધ વિવાદોથી ઘેરાતી રહે છે. એર ઈન્ડિયા ક્યારેક સમયના બાબતે તો ક્યારેક તેના મેનેજનમેન્ટને લઈને હંમેશા સમાચારોની હાઈલાઈટમાં રહે છે. ત્યારે એર ઇન્ડિયાનો અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પેસેન્જરને બિલાડી સાથે વિમાનમાં નહીં બેસવા દેતા (not allowing cat on flight) પેસેન્જરે ગ્રાહક કોર્ટમાં (Consumer Court) ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કોર્ટે એર ઇન્ડિયાને ગ્રાહકની ટિકિટના પૈસા અને માનસિક હેરાનગતિનું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.
અમદાવાદની (Ahmedabad) બી. જે. મેડિકલ કોલેજના પ્રોફેસર સર્જન ડૉક્ટરે અમદાવાદ કોર્ટમાં એર ઇન્ડિયા વિરૂદ્ધ એક ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ આધારે પોતે પાળેલી બિલાડીની ટિકિટ લીધા બાદ પણ એર ઇન્ડિયાએ તેને બેસાડવાની અનુમતિ ન આપી ઉલટું પેસેન્જર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યુ હતું. આથી એર ઇન્ડિયા વિરુદ્ધ ડૉક્ટરે ફરિયાદ કરી હતી. જેને લઈને ગાંધીનગર ગ્રાહક અદાલતના પ્રેસિડેન્ટ ડી. ટી. સોનીએ એર ઇન્ડિયાને દંડ ફટકારતો મહત્વનો મહત્વનો ચુકાદો આપ્યો છે.
ફરિયાદી ગાંધીનગરના ડૉ. અપૂર્વ શાહ અમેરિકાથી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યાંથી અમદાવાદ આવવા માટે દિલ્હીથી અમદાવાદની એર ઇન્ડિયાની ટિકિટ બુક કરાવી હતી. તેમની સાથે તેમની દીકરી તથા તેમની એક પાળેલી બિલાડી હતી. જેની પણ નિયમોનુસાર ટિકિટ લીધી હતી.
ડૉક્ટરનો દાવો છે કે, ટિકિટ લેતા સમયે એર ઇન્ડિયાના કર્મચારીએ બિલાડીને પ્લેનમાં ન લઈ જવા માટે કોઈ સુચના આપી ન હતી. પરંતુ પ્લેન ઉપડવાના થોડાં જ સમય પહેલા બિલાડીનું પાંચ કિલો ઉપરનુ વજન હોવાથી પાંજરું ખરીદવાનું કહેવામાં આવ્યું. ડોક્ટરે તાત્કાલિક એરપોર્ટમાં આવેલી પેટ પ્લાય કંપની પાસેથી રૂપિયા 4,500 ખર્ચીને પાંજરું લીધું અને ત્યારબાદ તેને કાર્ગોમાં પહોંચાડવા પ્રક્રિયા હાથ ધરી.
ત્યારબાદ એર ઇન્ડિયા ઓથોરિટી નવું ફુલેકું લાવી કે, કાર્ગોમાં ઓક્સિજન નહીં હોવાથી બિલાડીને પાંજરા સાથે લઈ જઈ શકાશે નહીં. આથી મુશ્કેલીમાં મુકાયેલા ડૉક્ટરે બીજી ફ્લાઈટ બુક કરાવવાનો નિર્ણય લીધો અને પોતાની અને બિલાડીની બુક કરાયેલી ટિકિટના પૈસા પરત માગ્યા હતા. પરંતુ એર ઇન્ડિયાએ પૈસા પરત આપવાની મનાઈ કરી દીધી હતી.
એર ઇન્ડિયાના આ વર્તન અને આવી ઘોર બેદરકારીના કારણે ડૉક્ટરે તાત્કાલિક દિલ્હીથી અમદાવાદ સુધી પ્રાઇવેટ કારમાં આવવું પડ્યું હતુ. તેમજ તેમની દીકરીને પણ દિલ્હીથી અમદાવાદ પિતાથી અલગ મુસાફરી કરવી પડી હતી. ત્યારે માનસિક આઘાતના કારણે ડૉક્ટરે અમદાવાદ આવીને ગાંધીનગરની ગ્રાહક સુરક્ષા અદાલતના દ્વાર ખખડાવ્યા હતા.
બન્ને પક્ષોની દલીલો અને પૂરાવાઓને ધ્યાનમાં રાખીને ગ્રાહક અદાલતે 8% વ્યાજ સહિત ડૉક્ટર અને બિલાડીની ટિકિટના રૂપિયા 30,188 આપવાનો હુકમ કર્યો. આ ઉપરાંત રૂપિયા 2,500 કોસ્ટના તેમજ રૂપિયા 10,000 માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવા બદલ એર ઇન્ડિયાએ ગ્રાહકને ચૂકવવાનો દંડ ફટકાર્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








