Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadનવજાત શિશુને 10માં માળેથી ફેંકી હત્યા! ચાંદખેડામાં કાળજું કંપાવનારી ઘટના

નવજાત શિશુને 10માં માળેથી ફેંકી હત્યા! ચાંદખેડામાં કાળજું કંપાવનારી ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી હ્રદય હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ચાંદખેડાના (Chandkheda) સ્કાય વોક એપાર્ટમેન્ટના 10 માળેથી નવજાત શિશુને ફેંકી હત્યા નિપજાવાની ઘટનાથી અરેરાટી મચી જવા પામી છે. ઘટનાને પગલે સ્થાનિકોને ટોળેટોળા ઉમટી પડ્યા હતા સમ્રગ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસનો (Ahmedabad Police) ઉચ્ચઅધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે અને નવજાત શિશુને ઘાતકી હત્યા નિપજાવનાર હત્યારાની શોધખોળ હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં સવારે 8.30 વાગ્યાની આસપાસ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જે ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોહી લુહાણ હાલતમાં પડેલો નવજાત શિશનો મૃતદેહ જોઈ સ્થાનીકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને મામલાની જાણકારી મળતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મહત્વની વાત છે કે હજુ સુધી આ મામલે બાળકના કોઈ વાલી-વારસ પણ સામે આવ્યા નથી.

- Advertisement -

માસૂમ નવજાત શિશુને એપાર્ટમેન્ટના 10 માળેથી ફેંક્યા હોવાની પોલીસ તરફથી પ્રાથમિક માહિતી મળી રહી છે. જે મામલે પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ મૃતદેહને FSL ખાતે મોકલી આપવામાં આવ્યો છે. તેમજ આ બાળક કોનું હતું કોની કોની તાજેતરમાં પ્રસુતી થઈ છે અને નવજાત બાળકની હત્યા નિપજાવાનું કારણ શું હતું તે તમામ પાસાઓ પોલીસ દ્વારા તપાસમાં આવી રહ્યા છે. તેમજ બિલ્ડિંગમાં લાગેલા સી.સી.ટી.વી.ના અધારે હત્યારો કોણ છે તેને તપાસ ચાલી રહી છે.

અવાર-નવાર રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી બાળકોને ત્યજી દેવાની કે પછી તેમના મૃત્યુ નિપજાવાની ઘટના બનતી હોય છે. જેમાં થોડાક દિવસ અગાઉ ભરૂચમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં જનેતાએ પોતાની દીકરીની ઠંડા કલેજે હત્યા નિપજાવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular