નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: Gandhinagar News: આજે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ (Ambedkar Jayanti) યોજાઈ રહી છે. તે વચ્ચે આ દિવસ નિમિત્તે ગાંધીનગરના (Gandhinagar) રામકથા મેદાનમાં (Ramkatha Ground) 10 હજારથી વધુ દલિત સમાજના લોકો સામૂહિક બૌદ્ઘ ધર્મનો (Buddhism) અંગીકાર કરવા જઈ રહ્યાં છે. ગુજરાત સહિત દેશના 10 રાજ્યમાંથી 50 હજારથી વધુ લોકો ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં બૌદ્વ ધર્મનો સ્વીકાર કરશે. ત્યારબાદ અડાલજથી ત્રિમંદિર સુધી એક જંગી બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.
SSB સંગઠન દ્વારા સમ્રગ ધર્મ પરિવર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દેશભરના દલિત, આદિવાસી, OBC સમાજના લોકો આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને બૌદ્વ ધર્મનો અંગીકાર કરવાના છે.
આ અંગે SSB સંગઠન આગેવાનના જણાવ્યા અનુસાર, સિદ્રાર્થ ગૌતમ બૌદ્ઘ આજથી 2500 વર્ષ પહેલાં બૌદ્ઘ બની ગયા હતા. આ ધર્મમાં સમાનતા, સમદૃષ્ટિ સાથોસાથ દુનિયાના 192 દેશમાં બૌદ્વ ધર્મ વિકસિત છે. તેમણે વધુમાં કહ્યું કે, “આ ધર્મની અંદર કોઈપણ જાતનો જાતિવાદ, પાખંડવાદ કે પછી અસ્પૃશ્યતા નથી. 1956માં ડૉ. બાબા સાહેબ આંબડેકરે લાખોની સંખ્યામાં સમર્થકો સાથે નાગપુરની ધરતી પરથી હિન્દુ ધર્મમાંથી બૌદ્ઘ ધર્મનો અંગીકાર કર્યો હતો. તેમના સ્વપ્ન સાકાર કરવા આજે તેમની જન્મજયંતિ નિમિત્તે ST, SC, OBC સહિતના લોકો આજે ઉત્સાહભેર બૌદ્ધ ધર્મમાં જોડાવાના છે”.
શું છે હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ સ્વીકારવાનું કારણ
SC, ST, OBC સાથે સમાજમાં જાતિવાદ, જ્ઞાતિવાદ, અસ્પૃશ્યતાના ભેદભાવની ઘટના ચરમસીમાએ પહોંચી છે. તે જોતા જાતિવાદના વાડા તોડી તમામ લોકો સમાનતા, આત્મ સન્માન સાથે જીવી શકે તે માટે આ પ્રકારે ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે, તેવો આગેવાનનો દાવો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








