નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ Bathinda military station firing: બુધવારની વહેલી સવારે પંજાબના (Punjab) ભટિંડાના મિલિટરી સ્ટેશનમાં (Bathinda military station) ચાર સૈન્ય જવાનોની (Army Jawan) ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના 24 કલાક વીતી જવા છતાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. મિલિટરી સ્ટેશનની અંદર અને બહારના સીસીટીવી કેમેરાની તપાસ કરીને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જોકે આ વિસ્તારની શાળાઓ આજે બંધ રાખવામાં આવી છે અને લોકોને તેમના ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
ગુરુવારે સવારે મિલિટરી સ્ટેશનની અંદર અન્ય એક સૈનિકનું ગોળી વાગવાથી મોત થયું છે. ચાર જવાનોની હત્યા બાદ બુધવારે બપોરે મિલિટરી સ્ટેશનમાં એક સૈનિકને ગોળી મારી હતી. જેનું આજે સવારે મોત નિપજ્યું હતું. ભટિંડા કેન્ટ પોલીસ સ્ટેશનના એસ.એચ.ઓ. ગુરદીપ સિંહે જણાવ્યું હતું કે, “સર્વિસ વેપનથી આકસ્મિક ગોળીબારને કારણે લધુ રાજ શંકરનું મૃત્યુ થયું હતું. બુધવારે સવારે થયેલી ચાર હત્યા સાથે તેનો કોઈ સંબંધ નથી”.
ઓફિસર્સ મેસ પાસે 80 મીડીયમ રેજિમેન્ટની આર્ટિલરી યુનિટની બેરેકમાં સૂઈ રહેલા ચાર જવાનોને બુધવારે સવારે 4:35 વાગ્યે ભટિંડા સ્થિત આર્મી કેન્ટોન્મેન્ટમાં બે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ અને કુહાડી વડે માર્યા હતા. સેનાએ કોઈપણ આતંકી ઘટનાનો ઈન્કાર કર્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી ઇન્સાસ રાઇફલના 19 શેલ મળી આવ્યા હતા. આર્મીના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે કહ્યું કે, “નજીકના જંગલમાંથી એક ઇન્સાસ રાઇફલ પણ મળી આવી છે. હત્યા આ હથિયારથી કરવામાં આવી છે, કે અન્ય કોઈ વડે તે જાણવા માટે તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી રહી છે”.
મૃતકોની ઓળખ સાગર બને (25), કમલેશ આર (24), યોગેશ કુમાર જે. (24) અને સંતોષ એમ નાગરાલ (25). કરવામાં આવી છે. સેના અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત તપાસ ચાલી રહી છે. સેનાએ કહ્યું કે, “સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે”. સેનાની ફરિયાદ પર બે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








