Friday, June 5, 2026
HomeGujaratVadodaraવડોદરા PCBની ટીમે 900 પેટી દારૂનો જથ્થો પકડ્યો, મહારાષ્ટ્રથી આવતી ટ્રકને હાઈવેથી...

વડોદરા PCBની ટીમે 900 પેટી દારૂનો જથ્થો પકડ્યો, મહારાષ્ટ્રથી આવતી ટ્રકને હાઈવેથી જ પકડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara News:ગુજરાતમાં અવાર-નવાર પાડોશી રાજ્યમાંથી દારૂ ઠાલવવામાં આવતો હોવાના બનાવ સામે આવ્યા છે. ત્યારે વડોદરા PCBની (Vadodara PCB) ટીમે મહારાષ્ટ્રથી (Maharashtra) વડોદરામાં (Vadodara)મોટી સંખ્યામાં દારૂનો જથ્થો આવતા હાઈ-વે પરથી જ ઝડપી પાડ્યો (Liquor seizes) હતો. ચાલાક બુટલેગર્સ (Bootleggers) દ્વારા દારૂનો જથ્થો ઝડપાય નહીં તે માટે દારૂ ભરેલી ટ્રકનું પાયલોટીંગ પણ કરી રહ્યા હતા. આ દરમિયાન PCBની ટીમે હાઈ-વે પરથી જ ટ્રક અને ટ્રકનું પાયલોટીંગ કરતા કુલ 4 લોકોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.

મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો એક ટ્રકમાં વડોદરાના કોઈક તાલુકામાં લઈ જવાતો હોવાની માહિતી PCBની ટીમને મળી હતી. માહિતીના આધારે PCBની ટીમે માંજલપુર નજીક હાઈ-વે પર ટ્રકને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી. આ દરમિયાન દારૂ ભરેલી ટ્રક પસાર થતાં તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે કુલ ચાર આરોપીને દબોચી તપાસ શરૂ કરી હતી.

- Advertisement -

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ટ્રકની અંદર દારૂ પહેલી નજરમાં ન ઓળખી શકાય તે રીતે બોક્સમાં પેકિંગ કરીને દારૂની 400થી વધુ પેટી લઈ જવામાં આવી રહી હતી. દારૂ ભરેલા ટ્રકને ફિલ્મી સ્ટાઈલથી બે લોકો પાયલોટિંગ કરી રહ્યા હતા. આ દારૂનો જથ્થો વડોદરાના ભાયલીમાં આવેલા એક ગોડાઉન તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પકડાયેલા 4 આરોપી બિસ્નોઈ ગેંગના માણસો હોવાનું સામે આવ્યું છે. જે જગ્યા પર દારૂનો જથ્થો લઈ જવાનો હતો ત્યાં ભાયલીમાં PCBની ટીમે વધુ બે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. PCBની ટીમે ભાયલીના બે ગોડાઉન અને ટ્રકમાંથી અંદાજીત 900થી વધુ દારૂની પેટી ઝડપી પાડી છે. દારૂના જથ્થાની ગણતરી હાલ PCBની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રથી કોણે દારૂ મોકલ્યો? ભાયલીમાં કોની માલિકીના ગોડાઉનમાં દારૂ રાખવામાં આવ્યો હતો? દારૂનો જથ્થો કોણે મગાવ્યો હતો? તે અંગે PCBની ટીમે તપાસ તેજ કરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular