નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gujarat Corona Updates: દેશ સહિત રાજ્યમાં ફરી કોરોનાના કેસ (Corona Cases) રફતાર પકડી રહ્યા હોય તેમ જણાય છે. જેને લઈ રાજ્યનું આરોગ્ય વિભાગ (Health Department) હરકતમાં આવ્યું છે અને પાણી પહેલા પાળ બાંધવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રીના સૂચનો મુજબ સમ્રગ રાજ્યની હોસ્પિટલોમાં આજે મોકડ્રીલનું (Covid Mock Drills held in Hospitals) આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલોની પ્રવર્તમાન સ્થિતિ અને સાધન સામ્રગી અંગે નિરીક્ષણ કરાયું હતું તેમજ ઓક્સજિન, વેન્ટિલેટર,બેડ દવાના જથ્થા અંગે પણ સમીક્ષા કરાઈ હતી. ઉપરાંત રાજ્યની હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત લેવાઈ હતી. આ મોકડ્રીલ રાજ્યમાં આગામી 2 દિવસ સુધી ચાલવાની છે.

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લીધા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે. વિશ્વના વિવિધ દેશોમાં કોવિડના કેસો વધતા ભારતનું આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે વેક્સિનેશન ભારત સહિત ગુજરાતમાં પણ વિશાળ માત્રામાં થયું છે. એવામાં કોરોના નવા વેરિયન્ટ XXB 1.6નો વ્યાપ વધી રહ્યો છે. જેને લઇ કેન્દ્રીય આરોગ્ય મંત્રી સૂચનો બાદ કોઈ પણ પ્રકારના બાંધછોડ વગર કોરોના સામેની તકેદારી રાખવા તંત્ર સાબદું બન્યું છે.
કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહી રાજ્ય સરકાર ગ્રામ્ય સ્તરથી શહેર સુધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી રહી છે. જે પણ જગ્યાએ ત્રૂટિઓ લાગશે ત્યાં સરકારે યુદ્ઘના ધોરણે કામગીરી કરી ત્રૂટિઓને દૂર કરશે, મોકડ્રીલમાં કઇ હોસ્પિટલોમા ઓક્સજિન બંધ છે બેડની કેટલી અછત છે, દવાઓનો કેટલો જથ્થો ઉપલબ્ધ છે. આ તમામ બાબાતોની ચકાસણી કરવામાં આવી રહી છે, અને તાકીદે યોગ્ય પગલા લેવાઈ રહ્યા છે. અત્યાર કોવિડ અને ફલૂના એક જેવા કોમન લક્ષણો હોવાથી શરદી ખાસી તાવ જેવા તમામ લક્ષણોની ટેસ્ટ કરી રહ્યા છે.
ગુજરાત માટે રાહતની વાત છે કે આ અઠવાડિયાથી 200 જેટલા કેસોનો ઘટાડો નોંધાયો છે. જોકે છતાં પણ કોરોના સામે લડવા સંપૂર્ણ પણે સજ્જતા અને સર્તક્તા ખુબ જરૂરી છે.








