નવજીવન.ગાંધીનગર: નાગરિકોને ઉપલબ્ધ બનતી સેવાઓ વધારે અનુકુળતાથી અને ઝડપથી ઉપલબ્ધ બને એવા ઉદ્દેશ સાથે વિવિધ વિભાગો વહીવટી સુધારણાની સતત પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે સરકારે જનહિત માટે સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયામાંથી જ્યાં કાયદો કે નિયમ જરૂરી હોય તે સિવાયના તમામ કિસ્સાઓમાં એફિડેવિટની જરૂરિયાત રદ કરી સ્વઘોષણાને પ્રક્રિયાને અમલમાં મુકવામાં આવી છે.
હાલમાં મોટાભાગની સેવાઓ ઓનલાઈન, મોબાઈલ એપ, જનસેવા કેન્દ્ર, ડીજીટલ સેવાસેતુ મારિફતે ઉપલબ્ધ થઈ છે. આ સેવાઓને વઘુ સરળ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અપાતી સેવામાં જે તે અરજદાર દ્વારા અપાતી માહિતીની ખરાઈ કરવા માટે એફિડેવિટ લેવામાં આવતું હતું.
હવેથી વહીવટી સુધારણાની પ્રક્રિયાના ભાગરુપે સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયામાંથી જ્યાં કાયદા કે નિયમથી જરુરી હોય તે સિવાયના તમામ કિસ્સામાં એફિડેવિટની જરુરિયાતની રદ્દ કરી સ્વઘોષણાની પ્રક્રિયાનો ભાગ બનાવવાની બાબતે વિચારણા કરી અંતે રાજ્ય સરકારની વિવિઘ વિભાગો અન્વયેની અપાતી સેવાઓ માટે અરજી સાથે વિગતો માટે એફિડેવિટની જગ્યાએ દસ્તાવેજોની સત્યતા અર્થે સ્વઘોષણાની પ્રક્રિયા અમલમાં મુકવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












