Thursday, September 3, 2026
HomeGujaratઅમદાવાદી યુવાનોએ બનાવી અબોલ પશુઓ માટે આવી અત્યાધુનિક એમ્બ્યૂલન્સ, જુઓ Video

અમદાવાદી યુવાનોએ બનાવી અબોલ પશુઓ માટે આવી અત્યાધુનિક એમ્બ્યૂલન્સ, જુઓ Video

- Advertisement -

દેવલ જાદવ (નવજીવન.અમદાવાદ): અમદાવાદના કેટલાક યુવાનોએ ભેગા મળીને રસ્તા પર ઇજાગ્રસ્ત થયેલા અથવા રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા પશુઓ માટે એમ્બ્યૂલન્સ સેવાની શરૂઆત કરી છે. માણસો માટે તો સંખ્યાબંધ એમ્બ્યૂલન્સ સેવા ચાલી રહી છે પરંતુ અબોલ પ્રાણીઓ અને પશુઓ માટે આ સેવા અત્યંત અનિવાર્ય છે. થોડા વર્ષ પહેલા ઉત્તરાયણમાં પક્ષી બચાવો અભિયાનથી અત્યારે તમામ પ્રાણીઓની સારવાર સુધી આ ટીમ પહોંચી છે.

4 લેગ રેસ્ક્યુ નામના આ ગ્રુપમાં 10થી 15 વ્યક્તિઓ સેવા આપે છે. આ તમામ વ્યક્તિઓ અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે તે ઉપરાંત તેમણે આ ફાઉન્ડેશનમાં સેવા આપે છે. દિવસ દરમિયાન તેમણે નોકરી કરે છે અને નોકરીનો સમય પૂરો થાય બાદ તેમણે અબોલ પ્રાણીઓની સેવાનું કામ કરે છે.

- Advertisement -



તેમણે 2009માં ઉત્તરાયણ દરમિયાન પતંગ અને દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ ધીમે ધીમે લોકો જોડાતા ગયા અને 4 લેગ રેસ્ક્યુ ફાઉન્ડેશનની રચના થઈ. શરૂઆતના સમયમાં તેમણે પ્રાણીઓને બચાવવા માટે ભાડેથી ટેમ્પો લેતા હતા. ધીમે ધીમે તેમણે પોતાનો ટેમ્પો ખરીદ્યો અને તેમાં પોતાના અનુભવ અને જરૂરિયાત મુજબ તેમણે આ બદલાવ કરાવ્યા અને તેને પેટ એમ્બ્યૂલન્સમાં તબદીલ કરી.

આ પેટ એમ્બ્યૂલન્સનું તેમણે ‘ ગરૂડા ‘ નામ આપ્યું છે. આ એમ્બ્યૂલન્સમાં તેમને મિકેનિકલ હિંચ (ઈલેક્ટ્રીક મોટર)ની મદદથી ટ્રોલી અંદર બહાર કરી શકાય તેવી ટેકનોલોજી વિકસાવી છે. આ હિંચની મદદથી તેમણે 2 ટન સુધીનું વજન ઊંચકીને એમ્બ્યૂલન્સની અંદર લઈ જઈ શકે છે. સાથે સાથે એમ્બ્યૂલન્સમાં રાત્રી દરમિયાન હાઇવે પર સારવાર માટે એમ્બ્યૂલન્સમાં કોઈ તકલીફ ન પડે તે માટે લાઇટની પણ સુવિધા કરવામાં આવી છે.

- Advertisement -





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular