નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Riots: વડોદરા શહેરમાં રામનવમીની શોભાયાત્રા (Ram Navami Yatra) દરમિયાન થયેલા પથ્થરમારા (Stone Pelting) અને ઘર્ષણ બાદ ગૃહવિભાગે (Home Department) મોટો નિર્ણય કર્યો છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખી કરવામાં આવેલા નિર્ણય બાદ વડોદરા શહેરમાં એડિશનલ પોલીસ કમિશનરની પણ પોસ્ટ ઉભી કરવામાં આવી છે. વડોદરા પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘે (CP of Vadodara Police Shamsher Singh) કરેલી નવી પોસ્ટની રજૂઆતને ધ્યાને લેતા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
તાજેતરમાં જ રામનવમીના પર્વ પર વડોદરા શહેરમાં તંગદિલી ફેલાઈ હતી. પથ્થરમારા અને જૂથ અથડામણની ઘટના બાદ પોલીસ તંત્ર સાબદૂં થયું હતું અને કેટલાક આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આગામી સમયમાં વડોદરામાં આવી સ્થિતી પેદા ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે ગૃહવિભાગે મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ વડોદરામાં 2 એડિશનલ પોલીસ કમિશનર રહેશે. જેથી આગામી સમયમાં નવા એડિશનલ કમિશનરના નામની પણ જાહેરાત થઈ શકે છે.
હાલ વડોદરામાં થયેલી કોમી અથડામણ બાદ પોલીસે SITની રચના કરી છે અને સી.સી.ટી.વી. કેમેરા અને ફોટોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સુધી પથ્થરમારાની ઘટના સંદર્ભે 30 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદના નેતાની (VHP Leader) પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે વડોદરા પોલીસે સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટઅને ઉશ્કેરણીજનક વાતો (Hate Speech) કરનાર આરોપીઓની પણ ધરપકડ કરી છે.
TAG: Vadodara News, Violence in Vadodara, Vadodara Riots, CP Of Vadodara Police Shamsher Singh IPS
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








