Sunday, April 19, 2026
HomeGujaratMorbiઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની તબિયત નાદુરસ્ત, આજે ફરી હોસ્પિટલમાં થયું...

ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની તબિયત નાદુરસ્ત, આજે ફરી હોસ્પિટલમાં થયું ચેકઅપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મોરબી: Morbi News: મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસના (Morbi Hanging bridge collapse case)આરોપી જયુસખ પટેલ (Jaysukh Patel) હાલ જેલમાં બંધ છે. ત્યારે ગત શનિવારે જયસુખ પટેલની તબિયત (Health) અચાનક લથડતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હસ્પિટલમાં (Morbi Civil Hospital) ખસેડવામાં આવ્યો હતો. ડૉકટરે તબિયત ચકાસી દવાઓ આપી તેને ફરી સોમવારે તપાસ માટે બોલાવ્યો હોય આજે ફરી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે.

મળતી વિગતો અનુસર આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને લાવવામાં આવ્યો હતો. જયસુખ પટેલની ગત 1 એપ્રીલ શનિવારના રોજ મોરબી સબ જેલમાંથી છાતીના દુઃખાવાની તકલીફના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉકટર્સે તેની સારવાર કરી ફરી ચેકઅપ માટે સોમવારે બતાવવા જણાવ્યું હતું. જેના પગલે આજરોજ સોમવારે જયસુખ પટેલને તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.

- Advertisement -

વિગતો મળી રહી છે કે જેલમાં બંધ જયસુખ પટેલને બ્લડ પ્રેશર હાઈ થવાના કારણે છાતીમાં દુઃખાવાની અને ગભરામણની તકલીફો શરૂ થઈ હતી. જેના પગલે જેલ તંત્ર દ્વારા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉકટરે આજે એક સપ્તાહની દવા આપી ફરી સપ્તાહ બાદ તપાસ માટે આવવા જણાવ્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular