નવજીવન ન્યૂઝ, ઉત્તરપ્રદેશ: Prayagraj Murder Case: ઉત્તર પ્રદેશના ચકચારી ઉમેશપાલ હત્યાકાંડમાં (Umesh Pal Murder Case) સામેલ શૂટરોની કારમાં રાઇફલ મૂકનારા માફિયા અતીક અહેમદના (Mafia Atiq Ahmed) વિશ્વાસુ ઘરઘાટીની STFએ ધરપકડ કરી છે. તેની પાસેથી કારતૂસ, તમંચા સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. STFની સઘન પૂછપરછ બાદ કેટલાક રહસ્મય ખુલાસા થયા છે. જેમાં જાણવા મળ્યુ છે કે, ઉમેશ પાલની હત્યા પછી અતીક અહેમદની પત્ની સાઈસ્તા પરવીને શૂટરોને 50 હજાર રૂપિયા આપ્યા હતા.
અતીકના ઘરે કામ કરતા ઘરઘાટીએ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ને આપેલી માહિતી અનુસાર તપાસ એજન્સીઓ ઉમેશ પાલની હત્યા કરનારા શુટરોની તપાસમાં લાગેલી છે. ઘૂમનગંજ પોલીસને ખાનગીરાહે બાતમી મળી હતી કે, ઉમેશ પાલ હત્યા કેસમાં સામેલ ઘરઘાટી શેરવાની વિસ્તારથી નીકળી સુબેદરગંજ તરફ જઇ રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી સુબેદરગંજ વિસ્તારની નાકાબંધી કરી હતી અને ત્યાંથી પસાર થતાં લોકોની તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન એક પગપાળા આવતા શખ્સને શંકાના આધારે દબોચી પાડી પૂછપરછ કરતા અતીક અહેમદના ત્યાં ઘરઘાટી હોવાની કબૂલાત કરી હતી. તેણે પોતાનું નામ શાહરૂખ જણાવ્યું હતું. આ સિવાય તેની પાસેથી મોબાઇલ, પાનકાર્ડ, આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયન્સ સહિત મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
ઘરઘાટીએ STF ની પૂછપરછમાં જણાવ્યું હતું કે, અતીક અહેમદના પુત્ર અસદના કહેવા પર તેણે ક્રેટા કારમાં રાઇફલ મૂકી હતી. આ કારમાંથી અસદ સાથે શૂટરો નીકળ્યા હતા. ઘરઘાટીએ જણાવ્યું કે ઉમેશ પાલની હત્યાને અંજામ આપતા પહેલા સાઈસ્તા પરવીને શૂટરોને 50 હજાર રૂપિયા આપ્યા હતા.
ચકિયામાં ઘડાઈ હત્યાની યોજના
અતિક અહેમદનો ઘરઘાટી શાહરુખે STFને કેટલીક મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. જેમાં ચકિયા ઉમેશપાલની હત્યાનું કાવતરૂ ઘડાયુ હતું. હત્યા કર્યા બાદ તમામ શૂટરો ચકિયા આવ્યા હતા. ઉમેશ પાલની હત્યા માટે અનેક વખત કાવતરૂં ઘડાઈ ચુક્યું છે. પણ કોઇ અગમ્ય કારણોસર સફળતા મળી શકી ન હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








