Thursday, June 25, 2026
HomeNationalબિહારમાં કોમી અથડામણમાં ફાયરિંગ અને બોમ્બધડાકા યથાવત હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ...

બિહારમાં કોમી અથડામણમાં ફાયરિંગ અને બોમ્બધડાકા યથાવત હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઇ

- Advertisement -

નવજીવન ન્યૂઝ,બિહાર : દેશમાં રામનવમી નિમિત્તે કેટલાક રાજય કોમી તોફાન ફાટી નીકળ્યા હતા જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત પશ્રિમ બંગાળ અને બિહાર Maharashtra, Gujarat, West Bengal and Bihar જેવા રાજ્યમાં રામનવીમના પર્વે પથ્થરમારાની ઘટનાથી અશાંતિ ફેલાઇ છે. બિહારમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા કોમી ઘર્ષણ બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. બિહારના નાલંદા અને શરીફ અને સાસરામ વિસ્તારોમાં બે દિવસથી ફાયરિંગ અને બોમ્બાબારી થઇ રહી છે. જોકે ફાયરિંગમાં એક વ્યકિતનું મોત પણ નિપજ્યું છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પેરા મેલેટ્રી ટુકડીઓ પણ તૈનાત કરાઇ છે. અત્યાર સુધી જુદા જુદા વિસ્તારોમાંથી 125 લોકોની ધરપકડ કરી લેવાઇ છે. સાસરામ,નાલંદા, શરીફ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં કમલ 144 લાગુ કરાઇ છે.

બિહારના અલગ-અલગ જિલ્લાઓમાં રામનવમીના પર્વે કોમી તોફાન ફાટી નીકળ્યા હતા જેમાં મુંગેરી જિલ્લામાં મૂર્તિ વિર્સજનને લઇ બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. સામ- સામે પથ્થમારો થતા સ્થિતિ વણસતા પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર પરિસ્થિત હાલ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

- Advertisement -

સાસરામ પોલીસના ઉચ્ચઅધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં બોમ્બ ધડાકામાં 6 લોકોને ઈજા પહોંચી છે. જેમાં તપાસમાં સામે આવ્યુ છે કે આ લોકો પાસે જ બોમ્બ હતા બે શખ્સોની ધરપકડ કરી લેવાઇ છે. 4 ઇજાગ્રસ્ત શખ્સોને બી એચ યુ આઇ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમતિ શાહે (Union Home Minister Ami Shah) બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર (Governor Rajendra Arlekar) સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સમ્રગ રાજયની કાયદા વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી બિહારમાં વધારાની ફોર્સ મોકલવાના સૂચનો કર્યા છે.

નાલંદા અને બિહારના શરીફમાં પણ હિંસા અથડામણમાં શનિવારની રાત્રે ફાયરિંગમાં 1 વ્યકિતનું મોત નિપજ્યું છે અને બે લોકો ઇજાગ્રસ્ત છે.પોલીસ પર પણ તોફાની ટોળાએ હુમલો કર્યો હતો જોકે સ્થિતિ તંગ બનતા પોલીસ પ્રશાસને સમ્રગ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular