નવજીવન ન્યૂઝ. મહેસાણાઃ Mehsana News: વિદેશ જવાની ધેલછામાં વધુ એક પરિવારનો માળો વિખેરાયો છે. કેનેડાની બોર્ડરથી અમેરિકામાં (US-Canada Border) ગેરકાયદે ધુસવામાં (illegally cross) અગાઉ અનેક ગુજરાતીઓ (Gujarati) મોતને ભેટ્યા છે. અગાઉ ડિંગુચા ગામનો પટેલ પરિવાર બોર્ડર ક્રોસ કરવામાં મોતને ભેટ્યો હતો, જ્યારે કલોલના એક પરિવાર ટ્રમ્પવૉલ પરથી અમેરિકામાં ઘુસવા જતાં બ્રિજ કુમારનું મોત થયું હતું, જ્યારે પત્ની અને દીકરો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે મોકલ્યા હતા. ત્યારે આજે વધુ એક પરિવાર અમેરિકામાં ગેરકાયદે ઘુસવા જતાં નદીમાં બોટ પલ્ટી મારી જતાં મોતને ભેટ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, કેનેડા બોર્ડરથી અમેરીકામાં ગેરકાયદેસર પ્રવેશનો પ્રયાસ કરતાં અધ્ધવચ્ચે બોટ સેન્ટ લોરેન્સ નદીમાં પલ્ટી મારી જતાં બે પરિવારના આઠ લોકોના મોત નિપજ્યા છે. મોતને ભેટેલા 8 લોકો પૈકી એક પરિવાર ભારતીય હતો. કેનેડા પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે, મૃત્યું પામેલા ભારતીય પરિવાર ગુજરાતના મહેસાણા જિલ્લાનો છે. આ પરિવાર ગેરકાયદે સેન્ટ લોરેન્સ નદી પાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
પોલીસને ગુરુવારે ક્યુબેકના એક વિસ્તારમાંખી પલ્ટી મારી ગયેલી એક બોટ નજીકથી આ મૃતદેહ મળી આવ્યા હતા. અમેરિકાની એક્વેસ્ને મોહોકના પોલીસવડાના જણાવ્યા અનુસાર, 8 મૃતકમાંથી એક પરિવાર ભારતીય અને એક પરિવાર રોમાનિયન છે. આ તમામ લોકો કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેનેડા પોલીસ જાહેર કરેલા નામ અનુસાર, મહેસાણાના ડાભલા માણેકપુર ગામના ચાર વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. જેમાં પ્રવિણ ચૌધરી(ઉં.50), તેમની પત્ની દક્ષાબેન ચૌધરી (ઉં.45) તેમનો પુત્ર મીત ચૌધરી (ઉં.20) અને પુત્રી વિધિ ચૌધરી (ઉં.24)નો સમાવેશ થાય છે.
અધિકારીના અનુસાર, બુધવારની રાત્રે આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડા જેવી પરિસ્થિતી હતી. બોટ એટલી નાની હતી કે 7 લોકો પણ સુરક્ષિત પાણીમાં જઈ શકે તેમ નહોતી, દુર્ઘટના પાછળનું કારણ કંઈપણ હોઈ શકે છે, જે તપાસ બાદ નક્કી થશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








