Thursday, June 25, 2026
HomeGujaratRajkotસુહાગરાતની રાત્રિએ જ પોલીસે આરોપીની કરી ધરપકડ, રાજકોટ મનપાના બે કર્મચારીઓ પર...

સુહાગરાતની રાત્રિએ જ પોલીસે આરોપીની કરી ધરપકડ, રાજકોટ મનપાના બે કર્મચારીઓ પર દુષ્કર્મની અલગ-અલગ ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) માં ફરજ બજાવતા આસિસટન્ટ ટાઉન પ્લાનર વિપુલ મકવાણાની (Vipul Makwana) ની પોલીસે દુષ્કર્મ મામલે કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના કર્મચારી ચેતન ધામેલીયા પર વિધવા મહિલાને લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધી તરછોડી દેવાનો આરોપ લાગતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે. મહત્વની વાત છે ગતરોજ પોલીસે (Rajkot Police) આરોપી ચેતન ધામેલાયની તો સુહાગરાતની રાત્રિએ જ ધરપકડ કરી હતી.

મળતી વિગતો અનુસાર રાજકોટ શહેરમાં રહેતી બ્યુટી પાર્લર સંચાલક મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીએ આરોપી તરીકે મનપાના એસ્ટેટ વિભાગના કર્મચારી ચેતન ધામેલીયાનું નામ જણાવ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પાંચેક વર્ષ પહેલા તેના પતિનું અવસાન થતા તે બ્યુટી પાર્લર ચલાવી ગુજરાન ચલાવે છે. તેનો સંપર્ક મનપાની દુકાનની હરાજી સમયે ચેતન ધામેલીયા સાથે થયો હતો. બાદમાં તેને ચેતનને જણાવ્યું હતું કે તેના પતિનું અવસાન થયું છે અને બ્યુટી પાર્લર ચલાવી ગુજરાન ચલાવે છે અને તેને બે સંતાનો પણ છે. ત્યારે આરોપી ચેતને તેણીને કહ્યું હતું કે તેની પણ ચાર વખત સગાઈ તૂટી ગઈ છે અને તેના લગ્ન જેતપુરની યુવતી સાથે થયા હતા જેને પણ તેને છૂટાછેડા આપી દીધા છે. આમ આરોપી ચેતને મહિલાને પતિ-પત્ની તરીકે જીવન જીવવાનો વાયદો કરી અને સંતાનોને સાચવવાની વાત કરી તેણીને પોતાની જાળમાં ફસાવી હતી.

- Advertisement -
આ પણ વાંચો: DGFTના અધિકારી જવરીમલ આત્મહત્યા કેસમાં CBI પર ગંભીર આરોપ, જૂઓ પૈસા ભરેલો થેલો ફેંક્યાના CCTV ફૂટેજ

આરોપી ચેતને ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લઈ મનપા કચેરી સામે આવેલી પર્લ હોટલમાં બોલાવી અવાર-નવાર શરીર સબંધ બાંધ્યા હતા. ઉપરાંત ફરિયાદીના બ્યુટી પાર્લરમાં જઈને પણ તે વારંવાર શરીર સબંધ બાંધતો હતો. આરોપી ચેતને તેને લગ્નનો વાયદો કર્યો હતો પરંતુ ચેતને ગત તારીખ 30ના લગ્ન નક્કી કર્યા હોવાની માહિતી મળતા ફરિયાદીએ તે આરોપીના ઘરે પણ ગઈ હતી. જ્યાં તેણે 5 વર્ષથી સબંધ હોવાનું જણાવી અન્ય મહિલા સાથે લગ્ન કેમ કરે છે તેવી વાત કરતા તેને આરોપીએ તારી સાથે લગ્ન નથી કરવા તેમ જણાવી દીધું હતું.

મહિલાને છેતરાયાની જાણ થતા મહિલાએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ચેતન ધામેલિયા વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આઘારે આઈ.પી.સી.ની કલમ 406 અને 376 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી. આરોપીની શોધખોળમાં રહેલી પોલીસે ગતરાત્રિના સમયે જ આરોપીની સુહાગરાતની રાત્રિએ જ ધરપકડ કરી લીધી હતી.

બીજી તરફ ટાઉન પ્લાનર વિપુલ મકવાણા વિરુધ્ધ પણ મહિલા પોલીસ કર્મચારીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જે મામલામાં ભક્તિનગર પોલીસે વિપુલ મકવાણાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. જેમાં ફરિયાદી મહિલા પોલીસકર્મીએ જણાવ્યું હતું કે, આરોપી વિપુલ મકવાણા મનપાના પૂર્વ ઝોનમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવે છે. જેની સાથે ફરિયાદી મહિલાને જામનગર રોડ પરના નાગેશ્વર મંદિર નજીક ડિમોલેશનની કામગીરી દરમિયાન બંદબસ્તમાં હોય પરિચય થયો હતો.

- Advertisement -

આ પરિચય બાદ બંને વચ્ચે શારીરિક સબંધો બંધાયા હતા. સબંધોના ફોટા અને વિડીયો પણ આરોપી વિપુલે બનાવ્યા હતા અને આ ફોટા સબંધીઓને મોકલી દેવાની ધમકી આપતો હતો. આમ મહિલાને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર વિપુલ મકવાણા વિરુધ્ધ ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરવા કાર્યવાહી કાર્યાવાહી હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular