Sunday, April 19, 2026
HomeGujaratઠરીને ઠામ થયા નેતાજી! AAP-BJPના નેતા નહીં થાય આમને-સામને, ભાજપના નેતાની પીછેહટ

ઠરીને ઠામ થયા નેતાજી! AAP-BJPના નેતા નહીં થાય આમને-સામને, ભાજપના નેતાની પીછેહટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નર્મદા ન્યૂઝ Narmada News: ગતરોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Aam Aadmi Party MLA Chaitar Vasava) અને ભાજપના સાંસદ મનસુખ વસાવા (BJP MP Mansukh Vasava) ભ્રષ્ટાચારના આરોપ સાથેના અનામી પત્રને લઈ જાહેર ડિબેટ કરવા સહમત થયા હતા. જેના પગલે નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો અને લોકો પણ ઉત્સુકતાથી આ જાહેર ચર્ચાની રાહ જોઈને બેઠા હતા. પરંતુ હવે આ બજાહેર ચર્ચાનો ફિયાસ્કો થતા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

મળતી વિગતો અનુસાર આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળામાં AAP-BJPના નેતા જાહેરમાં ચર્ચા કરવા એકત્રિત થવાના હતા તે કાર્યક્રમ નિષ્ફળ ગયો છે. આ કાર્યક્રમ રદ થવા પાછળ ભાજપના સાંસદ મનસુખ વસાવા આખરી ઘડીએ ખસી ગયાનું કારણ આમ આદમી પાર્ટી આપી રહી છે. આમ જાહેર જનતા વચ્ચે ભ્રષ્ટાચારના અને હપ્તાખોરીના મુદ્દે ચર્ચા થશે નહીં. આ સમાચાર મળે તે પહેલા જ કેટલાક લોકો અને બંને પક્ષ કાર્યકરો રાજપીપળા ખાતે પહોંચી ગયા હતા તેમને ધક્કો માથે પડ્યો છે. આમ તો અગાઉથી નવજીવન ન્યૂઝે આશંકા વ્યક્ત કરી હતી કે આ જાહેર ડિબેટ થશે કે કેમ તે સવાલ છે. કારણ કે મોટાભાગે રાજકારણીઓ જાહેરમાં આવા ગંભીર મુદ્દા પર ચર્ચા કરવાથી દૂર રહેતા હોય છે. કારણ કે તેમને પોતાની આસપાસની ગંદકી જાહેર થાય તો શું થાય તેનો સારી પેઠે ખ્યાલ હોય છે.

- Advertisement -

મનસુખ વસાવાના ઈશુદાન પર આરોપ

આ બાબતે નવજીવન ન્યૂઝે ભાજપના સાંસદ મનસુખ વસાવા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, આમ આદમી પાર્ટી સાથે જાહેર ડિબેટ કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ આ મુદ્દો નર્મદા જિલ્લા પુરતો હતો અને નર્મદાની જનતાના હિતમાં સરકારી ગ્રાન્ટો વપરાય તે માટે હતો. પરંતુ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી અને બ્રિજરાજ સોલંકી દ્વારા મેસેજ કરી સમગ્ર ગુજરાતના કાર્યકરોને રાજપીપળા પહોંચવા જણાવ્યું હતું. જેના કારણે આ જાહેર ડિબેટ કરવી શક્ય બની નથી. કારણ કે આટલી મોટી સંખ્યામાં અચાનક લોકો એકત્રિત થાય તો ક્યાંકને ક્યાંક કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પણ પ્રશ્ન પેદા થતો હોય છે. અમે જવાબદાર છીએ અને વ્યવ્સથા જળવાય તે અમારી જવાબદારી હોય મેં આ કાર્યક્રમ રદ્દ કર્યો છે. પરંતુ આ જ ચર્ચા 50-100 કાર્યકરો વચ્ચે પણ થઈ શકતી હતી તેવું ઉમેરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી જનતાના પ્રશ્નોનું રાજનિતીકરણ કરી રહી છે.

આખરી ઘડીએ સાંસદનું પીછેહટ

મહત્વની વાત છે કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મનસુખ વસાવાએ અગાઉ ગદ્દાર જણાવ્યા હતા. બાદમાં એક અનામી પત્રનો હવાલો આપતા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં વિકાસના કામોમાંથી હપ્તા માગવામાં આવી રહ્યા છે. આ મામલે જાહેર ડિબેટનો પડકાર ફેંકવામાં આવતા ભાજપના મનસુખ વસાવાએ સ્વિકાર કર્યો હતો અને આજરોજ રાજપીપળાના ગાંધી ચોક ખાતે સવારે 10 વાગ્યે જાહેર ડિબેટ યોજાવાની હતી. પરંતુ હવે આ જાહેર ડિબેટ આખરી ઘડીએ મનસુખ વસાવાએ હાજર નહીં રહેવાની જાહેરાત કરતા રદ કરી દેવામાં આવી છે.

ભાજપના પેટમાં પાપ?

આ બાબતે આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશ્મા પટેલે પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. ભાજપ શા માટે જાહેર ડિબેટ કરવાથી દૂર ભાગે છે. પરંતુ તેઓ દૂર ભાગી રહ્યા છે તે સાબિત કરે છે કે કાર્યો અને વિકાસ માત્ર માર્કેટિંગ માટે છે. ભારતીય જનતા પાર્ટીને હંમેશા વિપક્ષ સાથે ચર્ચા કરવામાં પીછેહટ કરવામાં આવે છે જેના કારણે તેમના ‘પેટમાં પાપ’ હોવાનું જાહેર થઈ રહ્યું છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular