નવજીવન ન્યૂઝ. સુરત: Surat Traffic Police: રાજ્યમાં હાઇવે સહિત શહેરોમાં અકસ્માતની (Accident) ઘટનાઓમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો બેદરકાર અને બેફામ બની ઑવર સ્પીડમાં વાહન (over-speeding vehicles) હંકારી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે. આવા વાહન ચાલકો સામે સુરત પોલીસે (Surat Police) લાલઆંખ કરી છે. બેફામ બની વાહનચલાવતા વાહન ચાલકોની સામે પોલીસે સકંજો કસ્યો છે. મહત્વનું છે રાજ્ય સરકાર દ્વારા સુરત ટ્રાફિક પોલીસ (Surat Traffic Police) વિભાગને નવી 30 લેસર ગન (Laser Guns) ફાળવવામાં આવી છે. જેથી સુરતમાં ઑવર સ્પીડિંગ વાહન ચલાવતા વાહનચાલકોને ઝડપી લેવામાં પોલીસને વધારે સરળતા રહેશે.
રાજ્યમાં અકસ્માતોની ઘટનાઓ બનતી અટકાવવા રાજ્યના ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અવાર-નવાર નવતર પ્રયોગ હાથ ધરવામાં આવતા હોય છે. લોકોને ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ લાવવા અકસ્માતની ઘટનાઓ બનતા અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવતા હોય છે. ત્યારે સુરતમાં ઑવર સ્પિડમાં વાહન ચલાવતા શખ્સોની હવે ખેર નહીં રહે. સુરત ટ્રાફિક પોલીસે આવા શખ્સો સામે કડકહાથે કાર્યવાહી હાથધરી છે. મર્યાદા કરતા વધારે સ્પીડે વાહન હંકરતા વાહનચાલકની લેસર ગન થકી ઓળખ કરી તેની સામે ઇ મેમો દંડનીય કાર્યવાહી કરી શકે માટે રાજ્ય સરકારે સુરત ટ્રાફિક પોલીસને 30 જેટલી લેસર સ્પીડ ગન ફાળવી છે. જેથી સુરતના જુદા-જુદા વિસ્તારોમાં સ્પિડગન સાથે પોલીસ તૈનાત રહી બે લગામ બનેલા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી શરૂ કરશે.
નોંધનીય છે કે, રોડ અકસ્માતમાં મોટાભાગના અકસ્માત ઑવર સ્પિડના કારણે થાય છે, જેના કારણે આધુનિક સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અકસ્માત ઘટાડવા સુરત પોલીસ સંકલ્પબદ્ધ બની છે. અત્યાર સુધી સુરત ટ્રાફિક પોલીસ પાસે 1 લેસર સ્પીડ ગન હતી, જેમાં રાજ્ય સરકાર દ્વારા 30 ગન વધારે ફાળવામાં આવતા પોલીસ પાસે સ્પીડ લેસરગન સંખ્યા 31 પર પહોંચી છે. સુરતના જુદા-જુદા ટ્રાફિક પોઇન્ટ પર તેમજ અકસ્માતોની સંખ્યા વધારે હોય તેવા વિસ્તારોની ઓળખ કરી સ્પીડ લેસર ગન દ્વારા વાહનચાલકો પર નજર રાખવામાં આવશે અને નિયત સ્પીડ કરતા વધારે ગતિએ વાહન ચલાવતા વાહનચાલકો સામે ઈ–મેમો થકી દંડનીય કાર્યવાહી કરાશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








