Wednesday, July 8, 2026
HomeGujaratRajkotપાણી નહીં આપી આત્મહત્યા માટે મજબૂર કરનાર સોસાયટીના આગવાનોની ધરપકડ: રાજકોટ

પાણી નહીં આપી આત્મહત્યા માટે મજબૂર કરનાર સોસાયટીના આગવાનોની ધરપકડ: રાજકોટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: રાજકોટ શહેરમાં (Rajkot City) સોસાયટીના હોદ્દેદારો દ્વારા પાણી નહીં આપવાના કારણે આત્મહત્યા (Suicide) કરી હતી. જિતેન્દ્રભાઈ સગરપરિયાએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઈડ નોટ (Suicide Note) લખી સમગ્ર આપવિતી વર્ણવી હતી. જેમાં સ્પષ્ટતા પૂર્વક લખ્યું હતું કે સોસાયટીની કમિટિ (Society Leaders) દ્વારા તેમને મરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. આ મામલે રાજકોટ શહેરની ભકિતનગર પોલીસે (Rajkot Police) કાર્યવાહી કરી આવકાર સિટી સોસાયટીના જવાબદાર કમિટિ મેમ્બરોની ધરપકડ કરી છે.

ગત તારીખ 20 માર્ચના રોજ રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા આવકાર સિટી એપાર્ટમેન્ટના ઈ-વિંગમાં રહેતા કારખાનેદાર જીતેન્દ્રભાઈ લક્ષમણભાઈ સગપરિયાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જીતેન્દ્રભાઈએ આ પગલું ભરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું માનસિક પરેશાની ભોગવું છું. સોસાયટીના આગેવાનો સરકાર દ્વારા મળતું પાણી મારા ઘર સુધી પહોંચવા દેતા નથી. મને તેઓ સોસાયટીમાંથી કાઢી મુકવા માગે છે માટે મારા પર અત્યાચાર ગુજારે છે. આ હાલતમાં હું એટલો કંટાળી ગયો છું મે ફરિયાદ કરવા છતાં તે લોકો તેમાંથી છટકી જઈ એજન્ટ દ્વારા કીમિયા કરી અત્યાચાર કરે છે. આ માણસો મને પાણી વીના મારવા માગે છે તો હું ઝેર પીને આત્મહત્યા કરું છું.

- Advertisement -

જીતેન્દ્રભાઈએ સોસાયટીના આગેવાનો પાણીથી વંચીત રાખતા હોવાના આક્ષેપ સાથેની સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યા કરતા પોલીસ એક્શનમાં આવી હતી. ભક્તિનગર પોલીસે આ મામલે આઈ.પી.સી.ની કલમ 306, 506, 114 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જે મામલે ભક્તિનગર પોલીસે ગતરોજ 28 માર્ચના રોજ સોસાયટીના આગેવાન કે જેમના પર જીતેન્દ્રભાઈએ આક્ષેપ કર્યા છે તેવા આરોપી દિપક નરસીભાઈ સનુરા, કૈલાશ જાદવભાઈ ધોકિયા, નિલેશ ઠાકરશીભાઈ જોગીયા, ધર્માંગ શાહ અને મુકેશ કાપડીયાની ધરપકડ કરી હતી. મળતી વિગતો અનુસાર ભક્તિનગર પોલીસ આજરોજ પાંચેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ માટે માગણી કરશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular