નવજીવન ન્યૂઝ. કર્ણાટક: Karnataka Election News: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો (Karnataka Assembly Election 2023) શંખનાદ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચે (EC) ચૂંટણીની તારીખ જાહેર કરતાની સાથે જ દરેક રાજકીય પક્ષ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. મહત્વની વાત છે કે આજરોજ ચૂંટણી પંચેના કમિશનર રાજીવકુમારે જણાવ્યું હતું કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આગામી 10 મેના રોજ યોજવામાં આવશે જ્યારે 13 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
આગામી દિવસોમાં દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં કર્ણાટકનો પણ સમાવેશ થવાનો છે અને ચૂંટણી પંચે હવે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ભાજપ દ્વારા ચૂંટણી નજીક આવતાની સાથે જ તડામાર પ્રચારનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પણ કર્ણાટકમાં ચૂંટણી પ્રચારની કમાન સંભળતા રોડ શોનું આયોજન કરી મતદારો આકર્ષવા પ્રયાસ કર્યો હતો. જ્યારે કોંગ્રેસ અને જે.ડી.એસ. ખુબ ધીમી ગતિએ પ્રચાર પ્રસાર કરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે કર્ણાટકની 224 બેઠકો પર રાજકીય જંગ જામવાની તારીખો જાહેર થઈ જતા તમામ પાર્ટીઓ એડિચોટીનું જોર લગાવી ચૂંટણી જંગમાં સામેલ થશે.
ચૂંટણી કમિશનર સંજીવની કુમારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કર્ણાટકની ચૂંટણીમાં 5 કરોડ 22 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ મતદારોની સંખ્યામાં 9 લાખ 17 હજાર મતદારો નવા છે. જ્યારે 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન મતદારોની પણ હોય તેમના માટે સુવિધાજનક મતદાનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં સિનિયર સિટીઝન્સ માટે ઘર બેઠા મતદાન કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કર્ણાટકની કુલ 224 બેઠકોની જો જાતિગત સમીક્ષા કરવામાં આવે તો 36 બેઠકો પર અનુસૂચિત જાતિના મતદારોનું પ્રભુત્વ છે, જ્યારે 15 બેઠકો પર અનુસૂચિત જનજાતિ સમુદાયના મતદારો પ્રભુત્વ ધરાવે છે. હાલની સ્થિતીમાં કુલ 224 બેઠકોમાંથી 173 બેઠકો પર ભાજપના ધારાસભ્યો છે જ્યારે કોંગ્રેસ 69 બેઠકો સાથે વિરોધ પક્ષમાં બેઠેલું છે. જ્યારે સ્થાનિક રાજકીય પક્ષ જે.ડી.એસ. પાસે 36 બેઠકો અને અન્ય પાસે 6 બેઠકો છે. આ સ્થિતીમાં ભાજપ ફરી સત્તામાં આવવા માટે થનગની રહ્યું છે. તો બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ અને જે.ડી.એસ. પર સત્તા મેળવવા માટે એડિચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે હવે 13 મેના દિવસે પરિણામ પરથી જ કહી શકાશે કે ખરેખર મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળે છે અને કયા પક્ષને કર્ણાટકની બાગડોર સોંપે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








