નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gujarat Assembly News: શુક્રવારની સાંજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) ગાંધીનગર પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસવડા વિકાસ સહાય (DGP Vikash Sahay) સહિત પોલીસના ઉચ્ચઅધિકારીઓ સાથે બે કલાક સુધી મેરથોન બેઠક કરી હતી. ત્યારબાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસ વડાઓને જેલમાં દરોડા (Gujarat Jail Raid) પાડવા હુકમ કરાયા હતા. ઓચિંતા મળેલા મેસેજના કારણે એકપળ માટે પોલીસ અધિકારીઓ પણ વિચારમાં પડી ગયા હતા. ત્યાર બાદ રાજ્યની જુદા જુદા જિલ્લાઓની 17 જેટલી જેલોમાં પોલીસ (Gujarat Police) દ્વારા સામૂહિક દરોડા પાડી મેગા સર્ચ ઓપરેશન (Operation Jail Search) હાથ ધર્યું હતું. જે રાત્રિના 9 વાગ્યાથી લઈ સવારના 5 વાગ્યા સુધી 9 થી 10 કલાક સુધી જેલની તપાસ કરવામાં આવી હતી. જેમાં ADGP, DCP, ACP, PI સહિતના ઉચ્ચઅધિકારીઓ અને કર્મચારી મળી કુલ 1700 જેટલા પોલીસ જવાનો દરોડામાં જોડાયા હતા.
જેલમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્ઘારા લાલ આંખ કરાઈ હતી જેલોમાં સર્ચ ઓપરેશન દ્ઘારા અનેક જિલ્લાઓની જેલમાંથી કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. ઈલેકટ્રોનિક ચીજ વસ્તુઓ, મોબાઇલ ફોન, સહિત માદક પર્દાથોનું જથ્થો પણ મળી આવ્યો હતો. જેને લઈ જેલ સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમજ આટલા સંવેદનશીલ અને સુરક્ષિત મનાતી જેલમાં આ પ્રકારની અનધિકૃત ચીજવસ્તુઓ મળી આવતા અનેક તર્ક- વિર્તક સર્જાયા છે. આ તમામ બાબતોને લઈ જેલ સત્તાધીશો સામે શંકાની સોય તણાઈ છે.
ગૃહ વિભાગની જેલમાં ચેંકિગની કાર્યવાહી અંગે આજે વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા ગૃહ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારની સામૂહિક રેડ પાડવામાં આવી છે. સિસ્ટમ બની છે અને યોગ્ય રીતે ચાલે એટલે રેડ પાડવામાં આવી છે, જે જેલોમાં મોબાઇલ, તેમજ માદકપર્દાથો મળ્યા છે ત્યાં અધિકારીઓ અને કર્મચારી પર પણ પ્રાથમિક તપાસ કરવામાં આવશે અને જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરી શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








