Thursday, April 30, 2026
HomeEducation Newsપાટણઃ વિદ્યાર્થીઓની સાથે તંત્રની પણ પરીક્ષા, વરસાદને કારણે શાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓ, વાલીઓ...

પાટણઃ વિદ્યાર્થીઓની સાથે તંત્રની પણ પરીક્ષા, વરસાદને કારણે શાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત 400ને રેસ્ક્યુ કરાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાટણઃ Patan Waterlogging Video: રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain)અને કરા પડી રહ્યા છે. ઉનાળાની શરૂઆત પહેલા જ વરસાદી માહોલ છવાતા ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે શનિવારે પાટણમાં (Patan) ધોધમાર વરસાદ (Heavy Rainfall) પડતાં શાળાના વિદ્યાર્થીઓ (Students), વાલીઓ, શિક્ષકો અને કર્મચારીઓ પાણીમાં ફસાયા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયા (Stuck) હોવાની જાણકારી મળતા તંત્ર દોડતું થયું હતું અને તમામને ટ્રેક્ટર મારફતે રેસ્ક્યૂ (Rescued by Tractor) કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર પાટણ જિલ્લામાં આવેલી શેઠ બી. એમ. હાઇસ્કુલમાં બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વરસાદના કારણે વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા હતા. ધોધમાર વરસાદના કારણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓના વાહનોમાં પાણી ફરી ભરાઈ ગયું હતું. વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા હોવાની જાણકારી મળતાં પાલિકાના ચીફ ઓફિસર અને ફાયર વિભાગની ટીમ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવા માટે ટ્રેક્ટર લઈને પહોંચી હતી. અને શાળામાં ફસાયેલા 400 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓને ટ્રેક્ટર અને પાલિકાના વાહનો દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.

- Advertisement -

સમગ્ર મામલે પાલિકાના ચીફ ઓફિસર સંદિપ પટેલે જણાવ્યું હતું કે, એક કલાકમાં 3 ઇંચથી વધારે વરસાદ પડતાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયું હતું. બી એમ હાઇસ્કૂલ પાસે નીચાણવાળા ભાગમાં ખૂબ પાણી ભરાઈ ગયું હતું અને શાળામાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપીને વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા ત્યારે શાળામાંથી બહાર નીકળવુ શક્ય નહોતું. આ દરમિયાન અમને મેસેજ મળતા તાત્કાલિક નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. અંદાજે 400 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત રીતે બહાર કાઢીને તેમના ઘરે પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. આ રેસ્ક્યૂ ઓપરેશન લગભગ દોઢ કલાક સુધી ચાલ્યું હતું.

TAG: Patan News, Patan Waterlogging Video, Students Rescued by Tractor, Gujarat Board Exam 2023

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular