Monday, June 1, 2026
HomeGujaratપાટણઃ હાઈવે પર ટ્રક ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા પાછળ બે ટ્રક ઘુસી...

પાટણઃ હાઈવે પર ટ્રક ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા પાછળ બે ટ્રક ઘુસી ગઈ, ડ્રાઈવર-કંડક્ટરનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાટણઃ Patan News: રાજ્યના અનેક જિલ્લામાં રોજબરોજ રોડ અકસ્માતના (Road Accident) બનાવો સામે આવતા હોય છે. ત્યારે આજે સવારે પાટણમાં (Patan) ત્રણ ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત (Truck Accident) સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. પૂરપાટ જતી ટ્રકે અચાનક જ બ્રેક મારી દેતા પાછળ આવી રહેલી બે ટ્રક તેમાં ધુસી ગઈ હતી. આ અકસ્માતમાં સૌથી પાછળ રહેલી ટ્રકમાં રહેલા ડ્રાઈવર અને કંડક્ટરનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, પાટણના રાધનપુર-સાંતલપુર હાઇવે માર્ગ નંબર 27 પર પીપરાળા ગામ નજીક આજે વહેલી સવારે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક ડ્રાઈવરની બેદરાકીના કારણે સમગ્ર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ જતાં ટ્રકે હાઈવે પર અચાનક બ્રેક મારી દેતા પાછળ આવી રહેલી અન્ય બે ટ્રક એક બાદ એક આ ટ્રકમાં ઘુસી ગઈ હતી. જોકે અકસ્માતમાં પાછળ રહેલી ટ્રક કચ્છથી તરફથી આવતી હતી તેના કેબીનનો બુકડો બોલી ગયો હતો. આ ટ્રકમાં રહેલા ડ્રાઇવર-કંડક્ટરના મોત થયા છે.

- Advertisement -

આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણ ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ત્રણે ટ્રકને છુટી પાડવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. અકસ્માતનો બનાવ બનતા રાહદારીના ટોળા એત્રીત થઈ ગયા હતા. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા મૃતદેહને ટ્રકમાંથી બહાર કાઢીને પી.એમ. માટે લઈ જવામાં આવ્યા હતા.

બીજીબાજુ ગઈકાલે પાટણના ચાણસ્મા નજીક અચાનક એસ.ટી. બસના ડ્રાઈવરની તબીયત બગડતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યું હતું. ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતા બસ એક ઝાડ સાથે ટકરાઈ હતી. જેમાં ડ્રાઈવરનું મોત નિપજ્યું હતુ. અને બસમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો બનાવ ચાણસ્મા નજીક જીતોડછી ગંગેટ જવાના રસ્તા પર થયો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular