Tuesday, April 21, 2026
HomeGujaratAhmedabadહર્ષ સંઘવીને મનના ઘોડા દોડાવવા ભારે પડ્યાં! સોશિયલ મીડિયા પર થયા ટ્રોલનો...

હર્ષ સંઘવીને મનના ઘોડા દોડાવવા ભારે પડ્યાં! સોશિયલ મીડિયા પર થયા ટ્રોલનો શિકાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Harsh Sanghvi Troll: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghavi) સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ એક્ટીવ રહેતા હોય છે. ત્યારે આજે તેમણે કરેલી એક પોસ્ટના કારણે ટ્રોલ (Troll) થઈ રહ્યા છે. હર્ષ સંઘવીએ ટ્વિટર પર એક સુવિચાર પોસ્ટ (Harsh Sanghavi Tweet) કરતા જ યુઝર્સે તેમને બરાબરના ટ્રોલ કર્યા છે. મોટા ભાગના લોકોએ PSI ભરતીમાં થયેલ કૌભાંડ (PSI recruitment Scam) યાદ અપાવ્યું. હર્ષ સંધવીના સુવિચાર પર અત્યાર સુધીમાં 170 લોકોએ પ્રતિક્રિયા આપી છે.

harsh sanghvi tweet got troll
harsh sanghvi tweet got troll

ગૃહ રાજ્યમંત્રીએ ટ્વિટર પર એક સુવિચાર પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, “મનુષ્યના મનમાં બે ઘોડા દોડે છે એક: Positive બીજો: Negative જેને વધારે ખોરાક આપીએ એ જીતે છે” જોકે કેટલાક લોકોને ગૃહ રાજ્યમંત્રીની શિખામણ ખૂંચી જતાં મંત્રીજીને PSI ભરતીમાં થયેલા કથિત કૌભાંડ યાદ અપાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

- Advertisement -
harsh sanghvi tweet got  trolled
harsh sanghvi tweet got trolled

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સુવિચાર પર લોકોએ પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, ગુજરાતમાં બે રીતે ભરતી થાય છે, એકઃ પેપર ફોડીને બીજીઃ 40 લાખ આપીને જેની જેવી જરૂરીયાત પ્રમાણે પૈસા આપે એ રીતે ભરતી આપીને પાસ થાય છે, જ્યારે અન્ય એક યુવકે સલાહ આપી કે આવા ટ્વિટ કરવાની જગ્યાએ તમે સરકારી અધિકારીઓ તથા ભ્રષ્ટાચારના ઘોડાઓ પર લગામ લગાવો તો બહુ છે. અન્ય એક યુવકે લખ્યુ કે, મયુર તડવીએ 40 લાખનો ખોરાક ક્યાં ઘોડાને આપેલો? તો અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, તમારા ઘોડાને તો વધારે પૈસાની જરૂર પડે છે એટલે વધારે પૈસા વાળો ખોરાક મળે એ બાજુ દોડતા હશે ને….

TAG: Gujarat Home Minister, Harsh Sanghavi Troll on social media

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular