Monday, April 20, 2026
HomeNationalCJI, PM અને લોકસભામાં વિપક્ષના નેતા કરશે ઈલેક્શન કમિશનરની નિયુક્તિ: સુપ્રીમ કોર્ટે...

CJI, PM અને લોકસભામાં વિપક્ષના નેતા કરશે ઈલેક્શન કમિશનરની નિયુક્તિ: સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner)અને ચૂંટણી કમિશનરની નિમણૂક હવે પીએમ, (Prime Minister of India) મુખ્ય ન્યાયાધીશ (CJI) અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાની કમિટી દ્વારા કરવામાં આવશે. ચૂંટણી પંચમાં ટોચની નિમણૂકો પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો (EC)ની નિમણૂક માટે કૉલેજિયમ જેવી સિસ્ટમ બનાવવાની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ કેએમ જોસેફની આગેવાની હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનર્સની નિમણુક વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અથવા સૌથી મોટા વિપક્ષી પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિની પસંદગી કરશે. જોકે નિમણૂકનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે રહેશે.

જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિષ્પક્ષ અને પારદર્શક રીતે નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ખંડપીઠે ગયા વર્ષે 24 નવેમ્બરે આ મુદ્દે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિથી ચુકાદામાં ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકતા કહ્યું કે લોકશાહી લોકોની ઈચ્છા સાથે જોડાયેલી છે. બંધારણીય બેન્ચે કહ્યું કે લોકશાહી નાજુક છે અને કાયદાના શાસન પર રેટરિક તેના માટે નુકસાનકારક હોઈ શકે છે. કોર્ટે કહ્યું કે લોકશાહીમાં ચૂંટણીમાં નિષ્પક્ષતા જાળવવી જોઈએ, નહીં તો તેના વિનાશક પરિણામો આવશે. કોર્ટે અવલોકન કર્યું કે ભારતીય ચૂંટણી પંચ (ECI) સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કામ કરવા માટે બંધાયેલા છે અને બંધારણીય માળખામાં કામ કરવું જોઈએ.

- Advertisement -

અગાઉ સર્વોચ્ચ અદાલતે ભૂતપૂર્વ અમલદાર અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં કેન્દ્ર દ્વારા દર્શાવવામાં આવેલી ઉતાવળ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેમની ફાઇલ 24 કલાકમાં વીજળીની ઝડપે વિભાગોમાંથી પસાર કરવામાં આવી હતી. જોકે કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતના અવલોકનોનો સખત વિરોધ કર્યો હતો. એટર્ની જનરલ આર વેંકટરામણીએ દલીલ કરી હતી કે તેમની નિમણૂક સંબંધિત સમગ્ર મામલાને સંપૂર્ણ રીતે જોવાની જરૂર છે.

સર્વોચ્ચ અદાલતે પૂછ્યું હતું કે કેન્દ્રીય કાયદા પ્રધાને ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક માટે વડા પ્રધાનને ભલામણ કરાયેલા ચાર નામોની પેનલ કેવી રીતે પસંદ કરી જ્યારે તેમાંથી કોઈએ કાર્યકાળમાં નિર્ધારિત છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. ચૂંટણી પંચ અધિનિયમ, 1991 હેઠળ ચૂંટણી પંચનો કાર્યકાળ છ વર્ષ માટે અથવા 65 વર્ષની ઉંમર સુધી, બેમાંથી જે વહેલો હોય તે લાગુ પડે છે. સુપ્રીમ કોર્ટે અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂકમાં દખલ કરી હતી. કોર્ટે અરુણ ગોયલની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક સંબંધિત મૂળ રેકોર્ડ માગ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે કેવી રીતે નિયુક્ત કરવામાં આવ્યા. બેન્ચે કહ્યું હતું કે તે માત્ર મિકેનિઝમને સમજવા માંગે છે.

અત્યાર સુધી ચૂંટણી કમિશનરની નિમણૂક કેવી રીતે થઈ?
ચૂંટણી કમિશનરની નિમણૂક વડાપ્રધાન અને કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે આ ભલામણને રાષ્ટ્રપતિની મંજૂરી મળે છે. જેના કારણે ચૂંટણી કમિશનરની નિમણૂક સામે સવાલો ઉભા થયા છે. ચૂંટણી કમિશનરનો એક નિશ્ચિત કાર્યકાળ હોય છે, જેમાં નિવૃત્તિ 6 વર્ષ પછી અથવા તેમની ઉંમરના આધારે (જે વધારે હોય તે) આપવામાં આવે છે. ચૂંટણી કમિશનર તરીકે નિવૃત્તિની મહત્તમ ઉંમર 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. એટલે કે, જો કોઈ 62 વર્ષની ઉંમરે ચૂંટણી કમિશનર બને છે, તો તેણે ત્રણ વર્ષ પછી આ પદ છોડવું પડે છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular