નવજીવન.વલસાડ: ગુજરાતમાં દિવસેને દિવસે લાંચ લેતા સરકારી કર્મચારીઓને ACB (એન્ટી કરપ્શન બ્યૂરો) દ્વારા ફરિયાદના આધારે પકડવામાં આવતા હોય છે, પરંતુ કેટલીક વાર ACB જાતે કેટલાક અધિકારીઓ સામે પગલાં લેતું હોય છે જેને ડીકોય કહેવામાં આવે છે. આવી જ રીતે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ACB દ્વારા એક ડીકોય કરીને એક શિક્ષકને 500 રૂપિયા લાંચ લેતા પકડવામાં આવ્યો છે.
કપરાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીની સૂચના મુજબ તાલુકા અલગ અલગ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ઉચ્ચતર પગાર ધોરણ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જે શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર છે તેવા શિક્ષકો પાસેથી ફાઈલ ક્લિયર કરવાનું કામ ગણેશ પટેલ નામના એક શિક્ષકને આપવામાં આવ્યું હતું. ગણેશ પટેલ અન્ય શિક્ષકો પાસેથી ફાઈલ ક્લિયર કરાવવા માટે 500 રૂપિયાની માગ કરતો હતો.
આ વાતની શંકા ACBને જતા ડાંગ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી એમ વસાવાએ ડિકોયર સાથે વાતચીત કરીને ડીકોયનું છટકું ગોઠવ્યું હતું અને ગણેશને લાંચ માંગતા અને સ્વીકારતા પકડવામાં આવ્યો હતો. અત્યારે આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












