નવજીવન ન્યૂઝ. વલસાડઃ Explosion in Valsad’s pharma company : વલસાડમાં મધરાત્રે એક ગોજારી ઘટના બની છે. GIDCમાં આવેલા પેટ્રોકેમ અને ફાર્મા કંપનીમાં પ્રોસેસિંગની કામગીરી દરમિયાન આગ લાગી હતી, આગ બાદ બ્લાસ્ટ થતાં દિવાલ ધરાશાયી થઈ હતી. આ બનાવમાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જોકે અનેક લોકો ધાયલ થયા છે. આ બનાવમાં હજી પણ મૃત્યુ આંક વધી શકવાની શક્યતા છે. કંપનનીમાં આગ લાગતા વહેલી સવારે 4 વાગ્યા સુધી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, વલસાડમાં ઉંમરગામની સરીગામ GIDCમાં વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા કંપનીમાં મધરાત્રે આગ લાગી હતી. આગ બાદ કંપનીમાં બ્લાસ્ટ થતાં કંપનીનો શેડ ઘરાશાયી થયો હતો. બ્લાસ્ટ થતાં આજુબાજુ કંપનીના કામદારો તાત્કાલિક ઘટના સ્થળે મદદે આવી પહોંચ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 7 ગાડી, ત્રણ એમ્બ્યુલન્સ અને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા.
ફાયર વિભાગ દ્વારા વહેલી સવાર સુધી આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઊઠાવી હતી. કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થતાં અત્યાર સુધી 3 લોકોના મોત નિપજ્યા છે. કંપનીમાં બ્લાસ્ટ થતા બે માળનો એક તરફનો હિસ્સો ધરાશાયી થયો હતો. કંપનની ધરાશાયી થયેલા કાટમાળમાં હજી પણ કામદારો ફસાયા હોવાની આશંકા હોવાથી મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. કંપનીમાં પ્રોસેસિંગની કામગીરી દરમિયાન આગ લાગતા બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








