નવજીવન ન્યૂઝ. રાજકોટ : Devayat Khavad Bail Latest News: શહેરમાં વિખ્યાત ડાયરા કલાકાર દેવાયત ખવડે (Devayat Khavad) મયુરસિંહ નામના યુવક પર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. હાઈપ્રોફાઈલ કેસમાં પીડિત પરિવારે અનેક દિવસો સુધી કડક પોલીસ કાર્યવાહીની માગણી સાથે ઝુંબેશ ચલાવી હતી. બાદમાં અચાનક ફરાર આરોપી દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime Branch) સમક્ષ સરેન્ડર થયો હતો. પોલીસે કોર્ટમાંથી દેવાયતના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરી હતી અને કાવતરાની કલમ પણ ઉમેરી હતી. બાદમાં દેવાયત ખવડને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દેવાનો હૂકમ રાજકોટ કોર્ટે કર્યો હતો. ત્યારે ઘટનાના 72 દિવસ બાદ દેવાયતના હાઈકોર્ટ દ્વારા કેટલીક શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ નામના યુવક પર થયેલા હુમલાના કેસમાં ડાયરા કલાકાર દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી હતી. દેવાયત ખવડની ધરપકડ (Devayat Khawad’s Arrest) બાદ તેમને 72 દિવસ જેલમાં પસાર કરવા પડ્યા છે. દરમિયાન વચ્ચેના ગાળામાં એક વખત તેમને હાઈકોર્ટે જામીન આપ્યા હોવાની અફવા પણ ફેલાઈ હતી. પરંતુ આખરે આજરોજ ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડના કેટલીક શરતોના પાલન કરવાના આદેશ સાથે જામીન મંજૂર કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડના જામીન મંજૂર કરતા આદેશ કર્યો છે કે, 6 મહિના સુધી દેવાયત ખવડને રાજકોટમાં પ્રવેશ કરવો નહીં. ઘણાં દિવસો બાદ દેવાયત ખવડની જામીન અરજી હાઈકોર્ટે ગ્રાહ્ય રાખતા હવે દેવાયત ખવડનો જેલ વાસ પૂર્ણ થશે.
ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડે કરેલા હુમલાના કથિત સી.સી.ટી.વી. ફૂટેજ સામે આવતા પીડિત મયુરસિંહની ફરિયાદના આધારે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાતાની સાથે જ દેવાયત ખવડ પોલીસ પકડી દૂર ભાગી રહ્યા હતા અને બાદમાં તેમણે આગોતરા જામીન અરજી પણ કરી હતી. પરંતુ તેમના આગોતરા જામીન અરજી પર ચૂકાદો આવે તે પહેલા જ તેમણે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સરેન્ડર કર્યું હતું. બાદમાં તેમની ધરપકડ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી. દરમિયાન પીડિત પરિવારના સભ્યો દ્વારા છેક પ્રધાનમંત્રી કાર્યલય સુધી આ બાબતની રજૂઆત કરી પોલીસ કાર્યવાહીની માગણી કરી હતી. અગાઉ પણ દેવાયત ખવડ તેમના કેટલાક નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








