નવજીવન ન્યૂઝ. અમરેલીઃ Amreli Lion Viral Video: આખી દુનિયામાં એશીયાટીક સિંહ (Asiatic lion) માત્ર ગુજરાતના ગીરના જંગલો (Gir Forest) માં જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહના સમુહ જંગલમાંથી ભૂલા પડીને માનવ વસ્તીમાં લટાર મારતા જોવા મળી રહ્યાં છે. સામાન્ય રીતે સિંહ ખેતરોમાં અથવા રોડ પર લટાર મારતા જોવા મળતા હોય છે. જોકે આજે અમરેલી (Amreli News) ના રાજુલામાં એક ખાનગી કંપનીની કોલોનીમાં સિંહ લટાર મારતા જોવા મળ્યો હતો. સિંહ જાણે સરપ્રાઈસ ચેકિંગ કરવા માટે આવ્યો હોય તેમ લટાર મારીને નીકળી ગયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, અમરેલીના રાજુલા કોવાયા પાસે આવેલી એક ખાનગી કંપનીની કોલોનીમાં ડાલામથા સિંહ આંટાફેરા મારતો હોવાનો સી.સી.ટી.વી. ફુટેજ સામે આવ્યા છે. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, શિકારની શોધમાં આવેલાના સિંહને કોલોનીમાં કઈંજ ન મળતા પાછો ફરી ગયો હતો. જોકે સિંહનો વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, અમરેલીના કોવાયા ગામમાં છેલ્લા કેટલાક સમયથી સિંહના આંટાફેરા વધી રહ્યા છે. ક્યારેક ગામમાં તો ક્યારેક જાહેર રોડ પર સિંહ જોવા મળતા હોય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








