Monday, June 29, 2026
HomeGujaratવધુ એક પેપર લીક, સૌરાષ્ટ્ર યુનવર્સિટીનું B.COM સેમ 3નું પેપર કલાક પેલા...

વધુ એક પેપર લીક, સૌરાષ્ટ્ર યુનવર્સિટીનું B.COM સેમ 3નું પેપર કલાક પેલા વોટ્સ એપ પર ફરતું થયાનો AAPનો આક્ષેપ

- Advertisement -

નવજીવન રાજકોટ: ગુજરાતમાં વધુ એક પેપર લીક થયું હોવાનું આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવરસિટીમાં આજે બીકોમ સેમ ૩ની ઇકોનોમિકસની પરીક્ષા હતી. જેનું પેપર પરીક્ષા પહેલા જ એક વોટ્સ એપ ગ્રુપમાં ફરતું થઈ ગયું હતું તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેનીય છે કે અગાઉ હેડ ક્લાર્કની પરીક્ષાનુ પેપર લીક થયું હતું અને માહિતી ખાતાની પરીક્ષામાં પણ ગેરરીતિ કરીને લેવાના આક્ષેપ સરકાર પર લાગી રહ્યા છે. ત્યારે હવે વધુ એક પેપર લીક થવાની ચર્ચાઓમાં વેગ વધી રહ્યો છે.



પેપર લીક મામલે રાજકોટ આપની વિદ્યાર્થી પાંખ CYSSના પ્રમુખ સૂરજ બગડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આજે સવારે ૧૦ વાગે બીકોમ સેમેસ્ટર ૩નું ઇકોનોમિકસનું પેપર યોજવાનું હતું. જેનું પેપર ૯ વાગે લવલી યાર નામના વોટ્સ એપ ગ્રુપમાં ફરતું થયું હતું. જે પેપર વોટ્સ એપમાં ફરતું થયું હતું તેની ખરાઇ કરવા માટે પરીક્ષા આપીને કોઈ વિદ્યાર્થી બહાર આવે તે જરૂરી હતું. ત્યાર બાદ પેપર સાથે સરખાવીને અમે યુનિવર્સિટી આ બાબતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. 

- Advertisement -

વધુમાં જણાવતાં કહ્યું હતું કે પેપર લીક બાબતે અમે કુલપતિ ડૉ. નીતિન પેથાણીને રજૂઆત કરી હતી અને કુલપતિ યોગ્ય કાર્યવાહી કરીશું તેવું આશ્વાશન આપ્યું હતું. અત્યાર સુધી અમે કુલપતિનો ઘણો સંપર્ક કરતા રહ્યા પરંતુ અમને યોગ્ય જવાબ મળ્યો ન હતો. જેથી કરીને પ્રેસ મીડિયાને જાણ થાય તે માટે પત્રકાર પરિષદ યોજી હતી. 

પેપર લીક બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓ ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટાર અમિત પારેખ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી હતી.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular