નવજીવન.બનાસકાંઠા: ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોને સહાય કરવા માટે ગુજરાત સરકાર માસિક 5000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. પરંતુ કેટલાક સરકારી અમલદારો પોતાની લાલચ સંતોષવા માટે આ બાળકોના પૈસા પણ ચાઉ કરી જતા હોય છે. બનાસકાંઠાના ધાનેરા ગામમાં પણ આવી જ એક ઘટના બની છે. કુપોષણની સહાય રૂપે મળતી રકમ લાભાર્થીને આપવા માટે ન્યુટ્રીશન આસિસ્ટન્ટ અને આરોગ્ય વિભાગના કુક કમ હેલ્પર દ્વારા 1000 રૂપિયાની લાંચ માગવામાં આવી હતી.
ફરિયાદી કુપોષણની યોજનાના લાભાર્થી છે. યોજના અંતર્ગત તેમને 5000 રૂપિયા મળવા જોઈતા હતા. આ 5000 એકાઉન્ટમાં જમા કરવા માટે ન્યુટ્રીશન આસિસ્ટન્ટ ટીના દેવડા અને આરોગ્ય વિભાગના કુક કમ હેલ્પર વસંતી ચૌહાણ દ્વારા 1000 રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. ફરિયાદીને આ લાંચ ન આપવાની હોવાને કારણે તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી.
ફરિયાદના આધારે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવીને બંને આરોપીઓને ધાનેરા બાળ સંજીવની કેન્દ્રની સામે રોડ ઉપર લાંચ માંગવા અને સ્વીકારવા માટે રંગેહાથ પકડવામાં આવ્યા છે. પાટણ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે પી સોલંકી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. અત્યારે હાલ બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












