નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: ગતરોજ 19 ફેબ્રુઆરીની રાત્રે રાજકોટના(Rajkot) આનંદ બંગલા ચોકમાં (Anand Bunglow Chowk) અસામાજિક તત્વોના ત્રાસના (Anti social elements) દૃષ્યો સામે આવ્યા હતા. આ શખ્સોએ રાહદારીઓને રંજાડી તેમની કારના કાચ પણ ફોડી નાખ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ કાર્યવાહીની માગણી ઉઠવા પામી હતી. ત્યારે આજરોજ માલવિયાનગર પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વની વાત છે કે પકડાયેલા આરોપીઓ અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે નોંધાયેલા છાપેલા કાટલા નિકળ્યા છે. ત્યારે આરોપીઓમાં પોલીસનો ખૌફ કેટલો છે તે આ વાત પરથી સમજી શકાય છે.

માલવિયાનગર પોલીસ સ્ટેશનથી નજીકના અંતરે જ ગતરાત્રિના અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો હતો. આ શખ્સોએ જયંત કે.જી. રોડ પર રહેતા નંદિશભાઈ કવૈયાની કાર રોકાવી કાચ ફોડી નાખ્યા હતા. સાથે જ આ શખ્સોએ રસ્તે પસાર થતા અન્ય લોકોને પણ રોકી અભદ્ર વ્યવહાર કર્યો હતો. આ ઘટના કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લેતા તેના દૃષ્યો વાયરલ થયા હતા. આ મામલો પોલીસ સમક્ષ પહોંચતા પોલીસે નંદિશભાઈ કવૈયાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આજરોજ સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોની તપાસ કરી પોલીસ આરોપીઓ સુધી પહોંચી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે આરોપી ધવલ ભાવેશભાઈ અસૈયા ઉં.20, ભાવીન બહાદૂરસિંગ દેવડા ઉં. 23, આકાશ ધિપકભાઈ ઝરીયા ઉં. 21ની ધરપકડ કરી આઈપીસીની કલમ 160, 427, 114 અને જી.પી. એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે કે, આરોપી આકાશ દિપકભાઈ ઝરીયા વિરૂધ્ધ રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલા છે. જ્યારે ભાવીન બહાદૂરસિંહ દેવડા પર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 307 અને હત્યાની ધમકી સહિતની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








