૨૦૨૨ના ચોથા ત્રિમાસિકથી ડ્રાય બલ્ક કાર્ગોની માંગ નબળી પડી
૨૦૨૨ના ચોથા ત્રિમાસિકમાં ચીનનું માલવાહક જહાજ ઉત્પાદન વર્ષાનું વર્ષ ૩ ટકા વધ્યું
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ):માલવાહક જહાજોનો બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ (Baltic Dry Index) શુક્રવારે પાંચ જૂન ૨૦૨૦ના તળિયે ૫૯૨ પોઈન્ટ મુકાયો હતો, જે ઓકટોબર ૨૦૨૧ની ૫,૬૫૦ પોઈન્ટની ઊંચાઈએથી ૮૨ ટકા ગબડી પડ્યો હતો. ૨૦૦૮ ની જાગતિક નાણાં કટોકટી અને આર્થિક વિડંબનાઓ વચ્ચે ૪ એપ્રિલ 2૦૦૮ની ૯૫૮૯ પોઈન્ટની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચેલો આ ઇંડેક્સ ૯૩ ટકા ઘટ્યો ગણાય. વૈશ્વિક વેપારનું ઇન્ડિકેટર ગણાતો આ ઇંડેક્સ સતત છ ટ્રેડિંગ (Trading) સત્રથી ઘટી રહ્યો છે. ગુરુવારે કેપસાઇઝ ઇંડેક્સ ૩૧ પોઈન્ટ વધીને ૪૭૪ રહ્યો હતો. છેલ્લા સાત સપ્તાહમાં આ ઇંડેક્સ એકજ દિવસમાં ૭ ટકાનો સૌથી મોટો વધારો દાખવતો હતો, તેની દૈનિક સરેરાશ નૂર(Freight) આવક ૨૫૦ ડોલર વધી ૩૯૨૭ ડોલર નોંધાઈ હતી.
પનામેક્સ જહાજ સામાન્ય રીતે ૬૦થી ૭૦ હજાર ટન કોલસો અને અનાજનું વાહન કરે છે તે ૧૧ પોઈન્ટ ઘટી ૮૫૬ પોઈન્ટ થયો જે ૧૨ જૂન ૨૦૨૦ પછીની બોટમ હતી, તેની દૈનિક સરેરાશ નૂર આવક ૨૯૭ ડોલર ઘટી ૮૧૫૯ ડોલર મુકાઇ હતી. સુપ્રામેક્સ બે પોઈન્ટ ઘટીને ૬૮૦ રહ્યો હતો. કેપસાઇઝ (સૌથી મોટી સ્ટીમર), પાનામેક્સ, અને સુપ્રામેક્સ (ઇન્ડેક્સમાં સૌથી નાની) આ બધા જહાજો જુદાજુદા વજનનો માલ વાહન કરે છે, તેથી ઇન્ડેક્સમાં તેનું વેઇટેજ તેના નૂરને આધારે અનુક્રમે ૪૦ ટકા, ૩૦ અને ૩૦ ટકા એમ જુદુજુદુ હોય છે અને તેનો સંગઠિત બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ બન્યો છે.
જહાજી નૂરની ગણતરી બલ્ક શીપ માલિકો પાસેથી સીધા જ નૂર દર મેળવીને કરાય છે. બેન્ચમાર્ક બીડીઆઈ ડ્રાય બલ્ક શિપિંગના બેન્ચમાર્ક નૂર દર જગતના જુદા જુદા ૨૦ દરિયાઈ રુટ પરથી મેળવવામાં આવે છે. ઇન્ડેક્સમાં ઘટાડો એ ઘટનાનું પ્રતિબિંબ પાડે છે કે તાજેતરમાં જુદીજુદી કોમોડિટીના ભાવ ઘટયા છે. શેરબજારોમાં તેજી સ્થિર નહીં રહેતી હવાનું હોવાનું એક કારણ બાલ્ટિક ઇન્ડેક્સમાં ઘટાડો પણ છે. દરમિયાન આયર્ન ઑર વાયદાના ભાવ પણ ઉપર નીચે થયા કરે છે, સિંગાપુર વાયદો ટન દીઠ ૧૨૦ ડોલરની નીચે રહ્યા કરે છે, જેને આધારે ટ્રેડરો ટૂંકાગાળા માટે ચીનમાં સ્ટીલ ઉત્પાદન અને માંગના સંયોગ કેવા છે તેનું નિર્ધારણ કરી શકે છે.
ફિચ રેટિંગ એજન્સી કહે છે કે ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકમાં ચીનનું માલવાહક જહાજ ઉત્પાદન વર્ષાનું વર્ષ ૩ ટકા વધ્યું હતું. વૈશ્વિક માલ વાહકોના નૂર ઘટવાનું એક કારણ વિદેશ વેપાર ઘટ્યાનું પણ દર્શાવાય છે. ચીનના મહત્વના પોર્ટ પર વિદેશી કાર્ગોનું આવાગમન વર્ષાનું વર્ષ ૧ ટકા ઘટ્યું હતું. અનેક દેશો સાથે દરિયાઈ અને રેલવે માર્ગે પર રિજનલ કોપ્રિહેંસીવ ઈકોનોમિક પાર્ટનરશિપ કરારોમાં જાન્યુઆરી ૨૦૨૨ના આરંભથી જ વૃધ્ધિ થઈ હોવાથી ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકમાં જહાજોનું ઉત્પાદન ૭ ટકા વધ્યું હતું.
ભૂભૌગોલિક સમસ્યા અને હવામાનમાં બદલાવને કારણે જહાજી નૂર દરોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. શાંઘાઇથી અમેરિકા અને યુરોપના દેશો તરફ શિપિંગ કાર્ગોનું આવાગમન ઓછું થવાને લીધે ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકમાં શાંઘાઇ કન્ટેનરાઇઝ્ડ ઇંડેક્સ વર્ષાનું વર્ષ ઘટીને ૫૧ ટકા થયો હતો. અલબત્ત, ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકમાં ડ્રાય બલ્ક કાર્ગોની માંગ નબળી પડી જવાને લીધે બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ ૫૬ ટકા ઘટ્યો હતો. બાલ્ટિક ડ્રાય ટેન્કર ઇંડેક્સ પણ ૧૫૪ ટકા ઘટ્યો હતો.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








