Monday, April 20, 2026
HomeGujaratAhmedabadટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર ! વાંચી લેજો નહીંતર હેરાન...

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર ! વાંચી લેજો નહીંતર હેરાન થશો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત (North Gujarat) ના લોકો અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કરવા ઈચ્છતા રેલ મુસાફરો પ્રભાવીત થશે. કારણ કે પશ્ચિમ રેલવે (Western Railway) વિભાગ દ્વારા આજથી 24 દિવસ સુધી મહેસાણા રેલવે સ્ટેશન (Mehsana Railway Station) પર આવક-જાવક કરતી 27 ટ્રેનની આવક-જાવક બંધ (27 Ahmedabad Mandal Trains Cancelled) કરવાનો નિર્ણય કર્યો છે.

મહત્વની વાત છે કે, રેલવેની મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા અઢળક છે. ત્યારે રેલવે લાઈન એક દિવસ તો ઠિક પણ એક કલાક પણ બંધ રાખવી પડે તો મોટું નુકશાન અને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે મહેસાણાના માર્કેટયાર્ડના રિમોડલિંગ અને જગુદર-મહેસાણા રેલવે સ્ટેશન વચ્ચે ડબલ લાઈનના કામના (Double Line Work Started Between Jagudan Mehsana Stations) કારણે 24 દિવસ માટે મહેસાણા રેલવો સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્યણ રેલવેની ચાલી રહેલી કામગીરીને ધ્યાને રાખી લેવામાં આવ્યો છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ રેલ વ્યવહાર પુનઃ સ્થાપિત કરી દેવામાં આવશે અને રાબેતા મુજબ ટ્રેન દોડવા લાગશે. પરંતુ હાલ તો 4 માર્ચ સુધી ટ્રેનની આવક-જાવક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા 24 ટ્રેનને 24 દિવસ એટલે કે આજે 9 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી મહેસાણા સ્ટેશન પરથી પસાર થતી ટ્રેન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે નીચે મુજબની ટ્રેન બંધ રહેશે અને યાત્રિકોને અન્ય જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો પડશે.

આ ટ્રેન 4 માર્ચ સુધી બંધ

(09432) મહેસાણા-સાબરમતી
(09438) આબુ રોડ- મહેસાણા
(14822) સાબરમતી-જોધપુર
(09434) પાટણ-સાબરમતી

આ ટ્રેન 3 માર્ચ સુધી બંધ

(09437) મહેસાણા-આબુ રોડ
(09369) સાબરમતી-પાટણ
(09370) પાટણ-સાબરમતી
(14821) જોધપુર-સાબરમતી
(14819) જોધપુર-સાબરમતી
(14820) સાબરમતી-જોધપુર
(09433) સાબરમતી-પાટણ
(09481) મહેસાણા-પાટણ
(09482) પાટણ-મહેસાણા
(09487) મહેસાણા-વિરમગામ
(09488) વિરમગામ-મહેસાણા
(09476) પાટણ-મહેસાણા
(09475) મહેસાણા-પાટણ
(09491) મહેસાણા-વિરમગામ
(09492) વિરમગામ-મહેસાણા
(09484) પાટણ-મહેસાણા
(09483) મહેસાણા-પાટણ

- Advertisement -

આ ટ્રેન 26-27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી બંધ

(09497) ગાંધીનગર-વરેઠા (26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી)
(09498) વરેઠા-ગાંધીનગર (27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી)

Tag: Double Line Work Started Between Jagudan Mehsana Stations, 27 Ahmedabad Mandal Trains Cancelled

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular