Tuesday, September 8, 2026
HomeBusinessનેચરલ ગેસમાં વર્તમાન ભાવે તેજી/મંદિવાળાની રસ્સી ખેંચની જમાવટ

નેચરલ ગેસમાં વર્તમાન ભાવે તેજી/મંદિવાળાની રસ્સી ખેંચની જમાવટ

- Advertisement -

ટેકનિકલ રીતે જોઈએ તો નેચરલ ગેસમાં બુલ ફોર્મેશન રચાયું છે પણ પકડ મંદિવાળાની છે
નેચરલ ગેસના અમેરિકન સ્ટોરેજ ડેટા જાહેર થયા પછી ભાવ ૨૨ સપ્તાહના તળિયે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સર્વિસ અને પ્રાઇવેટ સેકટરમાં નેચરલ ગેસનો(Natural Gas) વપરાશ વેગથી ઘટ્યો છે. તે એ વાતની સાબિતી પૂરે છે કે અર્થતંત્રો નબળા છે, કાચામાલો મોંઘા થયા છે, ઉર્જાની અછત અને તેની અસરકારકતાના ખાસ કોઈ પગલાં લેવાયા નથી. જાગતિક બજારમાં તમામ માંગને આવરી લેવાય તેવા ભાવ પણ ઓફર થઈ રહ્યા છે. ચીનમાં નેચરલ ગેસનું સ્ટોરેજ સ્તર નવી ઊંચાઈએ પહોંચ્યું છે, અને કોરોના મહામારી સમયના નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા છતાં ઔધ્યોગિક માંગમાં હજુ પણ કોઈ સળવળાટ જોવા નથી મળતો.

છેલ્લા એક જ સપ્તાહમાં ભાવમાં ૨૦ ટકાના ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે મહિના જોઈએ તો ભાવ ૬૦ ટકા તૂટયા છે. આનો અર્થ એ થાય કે વર્તમાન ભાવે તેજી અને મંદિવાળાની હાજરી વધી છે, અને મોટાપાયે રસ્સી ખેંચની જમાવટ થઈ છે. હવામાનના વધુ નબળા સબળા અહેવાલ આવવાના બાકી છે, ત્યારે તેજી અને મંદિવાળા ભાવને પોતાના પાળામાં લાવવા મથી રહ્યા છે. ગત સપ્તાહે હવામાન ખૂબ ઠંડુ રહેવાની આગાહી હતી, પણ મોટે ભાગે હુંફાળું રહેવા સાથે બજારની આપેક્ષાથી વિપરીત હીટિંગ ફ્યુઅલ સ્ટોરેજ ૧૦૦ અબજ ક્યુબિક ફૂટ કરતાં વધુ ઘટ્યું હતું, આમ છતાં નેચરલ ગેસના વાયદા પર મંદિવાળાઓએ મજબૂત કબજો રાખીને ભાવને નીચે લઈ જવા સતત પ્રયાસ કર્યા હતા.

- Advertisement -

ન્યુયોર્ક મર્કટાઈલ એક્સચેજ પર રોકડો માર્ચ વાયદો ગુરુવારે ઇન્ટ્રાડેમાં ૨૧.૪૩ ડોલર પ્રતિ મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ બોલાયો હતો. છેલ્લે એપ્રિલ ૨૦૨૦માં હેન્રીહબ ડિલિવરી રોકડો વાયદો આ ભાવે કવોટ થયો હતો. ટેકનિકલ રીતે જોઈએ તો નેચરલ ગેસમાં બુલ ફોર્મેશન રચાયું છે, અને તે ટેકનિકલ પરિવર્તન માટે હજુ પણ અસ્તિત્વમાં છે.

૨૦૨૨-૨૩ના અસામાન્ય પરિવર્તન ધરાવતા આરંભિક શિયાળામાં હુંફાળું વાતાવરણ સર્જાતાં ઘરોને ગરમ રાખવા માટેની ફ્યુઅલ માંગમાં ઘટાડો થયો અને નેચરલ ગેસના ભાવ વધુ પડતાં નીચે જતાં રહ્યા. ગેસમાં સેલઓફની શરૂઆત થઈ તે પહેલા ૧૨ ઓગસ્ટ ૨૦૨૨એ ભાવ ૧૪ વર્ષની ઊંચાઈએ ૧૦ ડોલર એમએમબીટીયુ મુકાયો અને ડિસેમ્બર ૨૦૨૨ સુધી તે ૭ ડોલર આસપાસ ફરતી હતો. અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના સાપ્તાહિક ડેટા મુજબ નબળા વપરાશને કારણે અમેરિકન સ્ટોરેજ ટેન્કમાં ૨૦ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહ સુધીમાં સ્ટોક, ગતવર્ષના સમાન સપ્તાહમાં ૨.૬૨૨ ટ્રિલિયન ક્યુબિક ફૂટ હતો તે ૪ ટકા વધીને ૨.૭૨૯ ટીસીએફ રહ્યો હતો.

એનાલીસ્ટઓ કહે છે કે અત્યારે અમેરિકામાં ડ્રાય ગેસનું બમ્પર ઉત્પાદન થઈ રહ્યું છે, એ જોતાં શિયાળો પૂરો થતાં યુએસ સ્ટોરેજમાં અમે બેથી ૩ ટકાનો વધારો જોઈ રહ્યા છીએ. મોડે મોડે નેચરલ ગેસનું ઉત્પાદન હવે દૈનિક ૧૦૦ બીસીએફ પર પહોંચી ગયું છે. ગુરુવારે ઇઆઈએ એ ગત સપ્તાહના સ્ટોરેજ ડેટા રીલીઝ કર્યા જે બજારની અપેક્ષા કરતાં ક્યાંય વધુ ૧૫૧ બીસીએફ દાખવ્યા હતા, આ ડેટા પછી ભાવને મંદિવાળાની વધુ પકડ મેળવવા પ્રેરિત કર્યા હતા. એનાલીસ્ટઓ માનતા હતા કે ૨૭ જાન્યુઆરીના સ્ટોરેજ ડેટા ૧૪૨ બીસીએફ આવશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular