Friday, June 5, 2026
HomeNationalફટ્ટ છે… સરકારી નોકરી માટે ફૂલ જેવી દીકરીને મારી નાખી, ટ્રેઈની સબ...

ફટ્ટ છે… સરકારી નોકરી માટે ફૂલ જેવી દીકરીને મારી નાખી, ટ્રેઈની સબ ઈન્સપેક્ટરે પકડાવ્યો નરાધમ બાપને

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જયપુર: રાજસ્થાનના(Rajasthan) બિકાનેરમાં (Bikaner) હૈયું હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જેમાં સરકારી નોકરીની (Government Job) લાલસામાં માતા-પિતાએ જ 5 માસની કુમળી વયની બાળકીની હત્યા (Rajasthan Couple Throws 5 month-old Daughter) નિપજાવી દીધી છે. કોન્ટ્રાક્ટ પર સરકારી શાળામાં સહાયક તરીકે નોકરી કરતા ઝંવરલાલને ભય હતો કે જો ત્રીજૂ સંતાન હશે તો તે કાયમી સરકારી કર્મચારી નહીં બની શકે માટે, તેણે પોતાની ફૂલ જેવી દીકરીનું કાસળ કાઢી નાખ્યું. એક ટ્રેઈની પોલીસ એસ.આઈ.ની કોઠાસુઝના કારણે સમગ્ર મામલે માતા-પિતાની સંડોવણી સામે આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર રાજસ્થાનના બિકાનેરના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 માસની બાળકીનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. કેનાલમાં બાળકી જોઈ રાહદારીઓએ તુરંત તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બાળકીના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. બાળકીના મૃતદેહની જાણ પોલીસને કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો દૌર શરૂ કર્યો હતો. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી અને બાળકીના બાપે જ બાળકીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી.

- Advertisement -

બાળકીનો મૃતદેહ કેનાલમાંથી મળતા પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક ટ્રેઈની સબ ઈન્સપેક્ટર પાસેથી મળેલી માહિતીએ પોલીસને આરોપી માતા-પિતા સુધી પહોંચાડી હતી. તપાસમાં ખુલવા પામ્યું હતું કે, આરોપી પિતા ઝંવરલાલ ચાંદસર ગામની શાળામાં સહાયક તરીકે કોન્ટ્રાક્ટ બેઈઝ પર નોકરી કરે છે. ઝંવરલાલને આશા હતી કે તેને કાયમી કરી સરકારી નોકરી મળી શકે છે પરંતુ જો તેને ત્રણ બાળકો હોય તો તેને કાયમી કરી શકાય નહીં. માટે તેણે પોતાની 5 માસની બળકીની હત્યા કરવાનો કારસો ઘડ્યો હતો.

Rajasthan Couple Throws 5 month-old Daughter

આરોપી ઝંવરલાલ ગત રવિવારે છત્તરગઢ ખાતે રહેતા પોતાના સાળાના ઘરે ગયો હતો. બાદમાં સાંજના સમયે તેના સાળાના ઘરેથી પોતાના ગામ દિયાતરા જતા સમયે દીકરીની હત્યા માટે વાહન ઈન્દિરા ગાંધી કેનાલ પરથી ચલાવ્યું હતું. કેનાલ પરથી પસાર થતા સમયે ઝંવરલાલે પોતાની જ દીકરી અંશીકા ઉર્ફે અંશુને કેનાલમાં ફેંકી દીધી હતી અને જાણે કશું થયું જ નથી તેમ વાહન લઈ ચાલતી પકડી હતી. પાણીમાં તડપતી અંશીકાને મરવા છોડી ઝંવરલાલ અને તેની પત્ની જઈ રહ્યા હતા દરમિયાન ખજુવાલા વિસ્તારમાં ચાલી રહેલી પોલીસની નાકબંધીમાં તેને પોલીસે રોક્યા હતા. આ સમયે ફરજ પર રહેલા ટ્રેઈની એસ.આઈ.ને તેઓ સાળાના ઘરેથી પરત ફરે છે તેમ જણાવ્યું હતું. પરંતુ આ સમયે હોંશિયાર એસ.આઈ. એ ઝંવરલાલના આધારકાર્ડનો ફોટો મોબાઈલમાં લીધો હતો. બાદમાં તેને જવા દીધો હતો પંરતુ બાળકીની લાશ મળ્યાની ઘટના એસ.આઈ.ને માલૂમ પડતા તેણે આ કેસ બાબતે માહિતી ઉચ્ચ અધિકારીઓને આપી હતી. જેના કારણે પોલીસની તપાસ મૃતક બાળકીના માતા-પિતા સુધી પહોંચી હતી અને સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો.

પોલીસને શરૂઆતમાં તો ઝંવરલાલે દીકરી આકસ્મિક રીતે કેનાલમાં પડી ગઈ હોવાનું કથન જણાવ્યું હતું. પરંતુ પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા ભાંગી પડેલા ઝંવરલાલે કબૂલાત કરી હતી કે, તેણે પોતે જ દીકરીને કેનાલમાં ફેંકી હતી કારણ કે ત્રણ બાળકો હોય તો તેને કાયમી સરકારી નોકરી મળે નહીં. આ ઘટનાનો ખુલાસો થતા સમગ્ર બિકાનેર પંથક આરોપી પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.

- Advertisement -

Tag: Rajasthan Couple Throws 5 month-old Daughter

જુઓ વિડિઓ ફૂલ જેવી દીકરીની મા-બાપે કરી હત્યા, સરકારી નોકરીની લાલચમાં ફેંકી દીધી કેનાલમાં

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular