Sunday, November 29, 2026
HomeBusinessરવિ તેલીબિયાં વાવેતર ૪ લાખ હેક્ટર વધ્યું: તેલીબિયાં ઉત્પાદન મબલખ આવશે

રવિ તેલીબિયાં વાવેતર ૪ લાખ હેક્ટર વધ્યું: તેલીબિયાં ઉત્પાદન મબલખ આવશે

- Advertisement -

વધેલા ભાવ સાથે ગ્રાહકોએ સમાધાન કર્યું, ફુગાવો નિયંત્રણમાં, પામ પ્રોડક્ટની આયાતજકાત વધશે
ગુણવત્તાની દ્રષ્ટિએ દુનિયાના અન્ય બજારો કરતાં ભારતમાં પામઓઇલની ગુણવત્તા સ્વીકૃતિ અલગ

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): રવિ મોસમના તેલીબિયાંનું વાવેતર ૧૨ જાન્યુઆરી સુધીમાં, ગતવર્ષના ૧૦૩.૬૧ લાખ હેકટરથી વધીને ૧૦૭.૫૨ લાખ હેકટરમાં થવાથી રવિ તેલીબિયાં ઉત્પાદન મબલખ આવશે. વધેલા ભાવ સાથે ગ્રાહકોએ સમાધાન કરી લીધું છે. અને ફુગાવો નિયંત્રણમાં આવી રહ્યો છે, આ બધાનો સરવાળો ૧ ફેબ્રુઆરી રજૂ થનાર અંદાજપત્ર થકી, પામ ઓઇલ પ્રોડકટની આયાત જકાત વૃધ્ધિમાં જોવા મળશે, એવી આગાહી મુંબઈ સ્થિત કાંતિલાલ લક્ષ્મીચંદ એન્ડ કંપનીના ટ્રેડ મેનેજર મીતેશ સૈયાએ કરી હતી.

ગુણવત્તાની દ્રષ્ટિએ દુનિયાના અન્ય બજારો કરતાં ભારતમાં પામઓઇલની ગુણવત્તા સ્વીકૃતિ અલગ પ્રકારની હોય છે. ભારતમાં ક્રૂડ પામઓઇલની આયાત થાય છે અને તેને રિફાઈન્ડ કરવામાં આવે છે, જેનો ઉપયોગ ખાસ કરીને ખોરાક પકાવવા માટે થાય છે. યુરોપિયન યુનિયનના દેશો જેવા મોટા બજારોની જેમ ભારતમાં બાયોડિઝલ બનાવવામાં તેનો ઉપયોગ નથી થતો, મીતેશ સૈયા કહે છે કે ભારતમાં તેનો ઉપયોગ માત્ર ખોરાક હેતુ માટે જ થાય છે.

- Advertisement -

તેમણે કહ્યું કે પામતેલ, પોતાનો બજાર હિસ્સો જાળવવા, ભાવમાં ઉથલપાથલ કરીને ગ્લોબલ ખાધ્યતેલ બજારની સ્પર્ધામાં ઉતરે છે. મલેશિયન ક્રૂડ પામઓઇલ એપ્રિલ વાયદાના ભાવ, ઓછી નિકાસ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, બ્રાઝિલ અને અન્યત્ર સોયાબિનનો વિપુલ પાક અને કેટલાંક આયાતકાર દેશોની આર્થિક નબળાઈ તેમજ પેમેન્ટ ક્રાઇસીસ જેવા અસંખ્ય કારણોસર હવે પછી ભાવ ટુંબકાગાળા માટે દબાણમાં રહેશે. ૨૩ અને ૨૪ જાન્યુઆરીએ બુર્સા મલેશિયા એક્સ્ચેન્જ ચાઈનીસ નવા વર્ષ નિમિત્તે બંધ રહેશે.

મલેશિયન સીપીઓ વાયદો ક્રૂડ ઓઇલ અને અન્ય ખાધ્યતેલોમાં મક્કમતાને લીધે, છેલ્લા બે ટ્રેડિંગ સત્રથી વધી રહ્યો છે. અલબત્ત, સૌથી મોટા પામઓઇલ આયાતકાર ભારતમાં જકાત વૃધ્ધિના ડરે ટ્રેડરો વધુ સોદા હાથ પર રાખવાનો મત નથી ધરાવતા. ગુરુવારે ક્રૂડ પામ ઓઈલ એપ્રિલ વાયદો બીજા દિવસે ૧૯ રિંગીટ વધીને ૩૮૮૬ રિંગીટ (૮૯૯.૭૫ ડોલર) પ્રતિ ટન મુકાયો હતો. વાયદામાં મજબૂતીનું મૂળ કારણ એ હતું કે મલેશિયાના કેટલાંક બગીચા માલિકોએ આગાહી કરી હતી કે ૧થી ૧૫ જાન્યુઆરી સુધીમાં ઉત્પાદન, ગત મહિનાના સમાનગાળા કરતાં ૧૧થી ૧૫ ટકા ઓછું આવશે.

કાર્ગો સર્વેયર સોસાયતે જનરલએ કહ્યું હતું કે મલેશિયન પામ ઓઇલ ઉત્પાદનોની નિકાસ ૧થી ૧૫ જાન્યુઆરી દરમિયાન ૨૮ ટકા ઘટીને ૪,૫૩,૭૭૧ ટન થઈ હતી, ૧થી ૧૫ ડિસેમ્બર દરમિયાન ૬,૩૪,૬૧૮ ટન થઈ હતી. કોરોના મહામારી અને રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા લાંબા યુધ્ધને લીધે સપ્લાઈ સમસ્યા, અને ચીનમાં કોરોના હળવો થતાં, છેલ્લા બે વર્ષથી ખાધ્યતેલ બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય અર્થતંત્રની નિર્ધારિત પ્રગતિ સારી હોઇ, જાગતિક ખાધ્યતેલ બજારમાં સૌથી મોટા આયાતકાર દેશ તરીકેની પ્રસ્થાપ્ના જારી રહેશે.

- Advertisement -

અલબત્ત, હવે કોમોડિટી બજારો સામાન્ય સ્થિતિમાં આવી રહી છે, ત્યારે કહી શકાય કે બજાર હવે ફંડામેન્ટલ્સ ધોરણોને અનુસરશે. માંગ અને પુરવઠાને ત્રણ ચાવીરૂપ મુદ્દાઓ અસર કરશે. આ ત્રણ મુદ્દામાં ભારતીય બજાર વિકાસ જાળવી રાખે, તે સાથે તે સ્થિરતાનું પ્રમાણ આપે. સાથે જ સરકારી નીતિઓ ભારત, ઈન્ડોનેશિયા અને મલેશિયા સાથેના વેપારો માટે અનુકૂળ બને. રોકાણકારો તો અત્યારે એ જોવા મથી રહ્યા છે કે આગામી ઈસ્લામિક મહિનામાં ખાધ્યતેલની માંગ કેવીક રહે છે, એમ મિતેશ સૈયાનું કહેવું છે. માર્ચ ૨૦૨૩ના ત્રીજા સપ્તાહમાં રમજાનનો આરંભ થશે. મોટી વપરાશી માંગને પહોંચી વળવા આયાતકારો સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં જ સક્રિય થઈ જતાં હોય છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular