Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઉત્તરાયણ પર 368 લોકો ધાબા પરથી પડ્યા, 108ને 4261 ઇમરજન્સી કોલ મળ્યા

ઉત્તરાયણ પર 368 લોકો ધાબા પરથી પડ્યા, 108ને 4261 ઇમરજન્સી કોલ મળ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ઉતરાયણનો તહેવાર (Uttarayan Festival) આવે તે પહેલા જ પતંગ દોરીના કારણે રાહદારીઓના ગળા કપાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ઉતરાયણના દિવસ દરમિયાન રાજ્યમાં અસંખ્ય અકસ્માતના બનાવ સામે આવ્યા છે. ગઈકાલના દિવસ દરમિયાન 108 ઈમરજન્સી સેવા (108 emergency seva) ને 4261 ઇમરજન્સી કોલ મળ્યા હતા. ઉત્તરાયણના દિવસે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે અકસ્માતની સંખ્યા વધી છે. ગત વર્ષે ઉતરાયણના દિવસે 3830 ઇમરજન્સી કોલ 108ને મળ્યા હતા. ગત વર્ષ કરતાં 431 કેસ વધુ નોંઘાયા છે.

રાજ્યમાં એક તરફ ઉતરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજીબાજુ રાજ્યમાં ઇમરજન્સી સેવા માટે 108 સતત કાર્યરત છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ઠેર ઠેર પતંગ દોરીના કારણે રાહદારીઓના ગળા કપાવવાની ઘટના સામે આવી છે. ત્યારે 108 દ્વારા ઉતરાયણના દિવસના ઇમરજન્સી કોલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગઈકાલ દરિયના 108 ઇમરજન્સી સેવાને 4261 કોલ મળ્યા હતા.

- Advertisement -

રાજ્યમાં ઉતરાયણના દિવસે રોડ અકસ્માતના કુલ 820 બનાવ સામે આવ્યો છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 117 છે. જ્યારે રાજ્યમાં પતંગ દોરીના લીધે રાહદારીઓના ગળા કપાવવાના 92 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 42 છે. ધાબા પરથી પડી જવાના 368 બનાવ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 93 બનાવ છે. પતંગના કારણે ધાબા પરથી પડી જવાના કારણે રાજ્યમાં 34 બનાવ સામે આવ્યા છે. અમદાવાદના 6 બનાવ છે. ઉતરાયના બીજા દિવસે 15 જાન્યુઆરીની વાત કરીએ તો બપોરે 12 વાગ્યા સુધી રાજ્યમાં 1480 ઇમરજન્સી કોલ 108ને મળ્યા છે. અનેક જગ્યાએ પતંગ દોરીના કારણે રાહદારીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જોકે આજ સાંજ સુધીમાં આ આંકડાઓમાં વધારો થઈ શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular