Sunday, April 19, 2026
HomeGujaratRajkotરાજકોટમાં RTOની નકલી રસીદનું કૌભાંડ ઝડપાયું, નકલી રસીદથી વાહનો છુટી પણ જતા...

રાજકોટમાં RTOની નકલી રસીદનું કૌભાંડ ઝડપાયું, નકલી રસીદથી વાહનો છુટી પણ જતા !

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાંથી આરટીઓના નામે ચાલતું એક મસમોટું કૌભાંડ (fake RTO receipt Scam in Rajkot) સામે આવ્યું છે. જેમાં આરટીઓમાં દંડની રકમ ભરવા માટે આવતા ગ્રાહકોને છેતરી ગ્રાહક અને સરકાર બંનેને ચૂનો લગાવવામાં આવતો હતો. આરોપીઓ અનેક વાહનોના દંડની રકમ ચાઉં કરી ગયાની ઘટના રાજકોટ ગ્રામ્ય પોલીસની SOGની ટીમે ઝડપી પાડી હતી.

ઘટનાની વિગત એવી છે કે, રાજકોટ શહેરમાં સ્થિત આરટીઓમાં વાહનોના દંડ ભરી છોડાવવાનું કારસ્તાન ચાલતું હતું. જે મામલે આરટીઓ એજન્ટનું કામ કરતો આરોપી અશોક ટાંક અને રાજદિપસિંહ રાણા પોલીસને ઝપટે ચઢી ગયા છે. આરોપીઓ નિયમભંગ બદલ ડિટેઈન થયેલા વાહનોનો દંડ ભરવા આવતા લોકોને શિકાર બનાવતા હતા. દંડ ભરવા આવતા લોકો પાસેથી દંડની રકમ વસૂલી આરોપીઓ નકલી રસીદ આપી પૈસા પોતાના ગજવામાં નાખી દેતા હતા. મળતી વિગતો મુજબ આ નકલી રસીદથી અજાણ લોકો વાહન છોડાવવા માટે પણ જતા હતા અને વાહનો છૂટી પણ જતા હતા. એવામાં રાજકોટ ગ્રામ્ય SOGને આ કૌભાંડની ગંધ આવી હતી.

- Advertisement -

કૌભાંડની માહિતી મળતા જ ગ્રામ્ય SOGની ટીમે બંને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસ પુછપરછમાં આરોપીઓએ આ કૌભાંડની કબૂલાત આપી હતી. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, આરટીઓના એજન્ટ તરીકે કામ કરતા અશોક ટાંકની મિત્રતા રાજદિપસિંહ સાથે થઈ હતી. રાજદિપસિંહ કોમ્પ્યુટરનો જાણકાર હોય આરટીઓની નકલી રસીદ બનાવી નકલી સ્ટેમ્પ અને અધિકારીની સહી કરી પૈસા કમાવાનો કીમિયો બતાવ્યો હતો. બાદમાં બંને આરોપીઓએ મળી દંડની રકમ ભરવા માટે આવતા ગ્રાહકોને છેતરવાનું શરૂ કર્યુ હતું.

પોલીસ સમક્ષ આરોપીઓએ કબૂલાત કરી હતી કે, બંને મળી વાહન ચાલકો જ્યારે દંડ ભરવા કચેરીએ આવે ત્યારે તેનો સંપર્ક કરી તેમને દંડની રકમ ભરી આપવાનું કહેતા. બાદમાં ગ્રાહક પાસેથી દંડની રકમ વસૂલી આરટીઓની નકલી રસીદ બનાવી તેના પર આરટીઓનો રાઉન્ડ સ્ટેમ્પ તેમજ અધિકારીની નકલી સહી કરી નકલી રસીદ પકડાવી દેતા હતા. આ નકલી રસીદથી અજાણ ગ્રાહક પોલીસ પાસે વાહન છોડાવવા પહોંચતો ત્યારે પોલીસ પણ આ નકલી રસીદને ઓળખી ન શકતા વાહન છોડી મુકતી હતી.

Tag: fake RTO receipt Scam in Rajkot

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular