નવજીવન ન્યૂઝ. ભોપાલ: મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ભોપાલ (Bhopal) માં છેલ્લા ત્રણ દિવસથી કરણી સેના (Karni Sena)ના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કરણી સેના આર્થિક આધારે અનામત, (Karni Sena Protest) એટ્રોસિટી એક્ટમાં સુધારો, ખેડૂતોને પાકના પોષણક્ષણ ભાવ અને રોજગારની સહિતની માગણી માટે ધરણા કરી રહ્યું છે. ગત રવિવારથી ચાલી રહેલા આંદોલનને હવે ટ્વિટર પર ડિજિટલ સમર્થન મળવા લાગતા મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચમક્યો છે.
મધ્યપ્રદેશના ભોપાલમાં અવધપુર રોડ પર મોટી સંખ્યમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ગત રવિવારના રોજથી શરૂ થયેલું આ આંદોલન ત્રણ દિવસ બાદ વધારે મજબૂત બનતું હોય તેમ જણાય રહ્યું છે. ત્યારે ટ્વિટર પર #WE_Support_Karni_Sena હેશ ટેગ 37 લાખ કરતા વધારે ટ્વિટ થતા ટ્રેન્ડ કરવા લાગ્યું છે. જેના કારણે કરણી સેનાના આંદોલનને ડિજિટલ સમર્થન મળવા લાગ્યું છે અને રાષ્ટ્રીય સ્તરે આંદોલનનો ચમકારો જોવા મળ્યો છે. આ આંદોલનકારીઓની 10 જેટલી માગણીઓમાં મુખ્ય માગણી છે કે, એટ્રોસિટી એક્ટમાં સુધારો કરવામાં આવે, સ્વામીનાથન આયોગની ભલામણ મુજબ ખેડૂતોને પાકનો ભાવ મળે, નિવૃત આર્મીમેનને 10 ટકા અનામત મળતું હતું જે ફરી લાગુ કરવામાં આવે અને સરકાર નિવૃતીની વય મર્યાદામાં વધારે કરી 62 વર્ષ સુધી પહોંચ્યું છે અને તેને હજૂ વધારવા ઈચ્છે છે તે ન કરવામાં આવે. મધ્યપ્રદેશમાં વર્ષ 2018થી નાના પાયે શરૂ થયેલું આ આંદોલન હવે મોટું સ્વરૂપ ધારણ કરવા લાગતા મધ્યપ્રદેશ સરકાર પર દબાણ સર્જાય તેવી સ્થિતી છે.
આંદોલનની આગેવાની કરતા યુવાન જીવનસિંહ શેરપુર દ્વારા મીડિયાને જણાવાયું હતું કે, વર્ષ 2018થી અમે આ માગણીઓ કરી રહ્યા છીએ. સરકાર યુવાનોને રોજગારી આપવાની વાત કરે છે પણ નિવૃતીની વય મર્યાદામાં વધારો કરે તો યુવાનોને રોજગાર નહીં મળે. સાથે જ યુવાનોને તક મળશે ત્યાં સુધીમાં તેઓની વય પસાર થઈ ગઈ હશે જેથી યુવાનો બેરોજગારી તરફ ધકેલાઈ જશે. સાથે જ ખેડૂતોને સ્વામીનાથન આયોગની ભલામણ પ્રમાણે પાકના ભાવ આપે જેથે તેમની આર્થિક હાલતમાં સુધારો થાય. ઉપરાંત તેમણે સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, સરકાર આંદોલનને ડામી દેવાનો પ્રયાસ કરે છે. પરંતુ અમે જ્યાં સુધી અમારી માગણી પુર્ણ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ભોગે આંદોલનને સમેટવાના નથી.
સરકાર પર ભીંસ વધારતા જીવનસિંહે જણાવ્યું હતું કે, ‘વ્યવસ્થા પરિવર્તન નહીં થાય તો અમે સત્તા પરિવર્તન કરીશું.’ એક પત્રકારને જીવનસિંહ ચૂંટણી લડશે કે નહીં તેવા સવાલના જવાબમાં કહ્યું હતું કે, જો અમારી માગણી નહીં સંતોષાય તો અમે એક બેઠક પર જ નહીં પરંતુ રાજ્યની તમામ 230 બેઠકો પરથી ચૂંટણી લડીશું. જેમાં માત્ર ક્ષત્રિય ઉમેદવારો જ નહીં પરંતુ તમામ સમાજના વર્ગના ઉમેદવારો હશે જે વ્યવસ્થા પરિવર્તન માટે સત્તા પરિવર્તન કરશે. આમ હવે કરણી સેનાના આંદોલનથી મધ્યપ્રદેશ સરકાર પર રાજકીય દબાણ પણ સર્જાય તેવી સ્થિતી જોવા મળી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








