નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પાકિસ્તાન(Pakistan)ની આર્થિક સ્થિતી નબળી પડતા લોકોની દયનીય હાલતના દૃષ્યો સામે આવી રહ્યાં છે. ભયંકર ગરીબીમાં ખાદ્ય સામગ્રીના ભાવ આસમાને પહોંચી જતા લોકોની હાલત કફોળી બની ગઈ છે. ત્યારે સરકારી સબસીડી સાથેનો સસ્તો લોટ(Flour) લેવા માટે પડાપડી સર્જાઈ છે જેમાં લોટ લેવા ગયેલા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું.
પાકિસ્તાનની આર્થિક હાલત ખરાબ થતા પાકિસ્તારન સરકાર અવનવી રીતે પૈસાની બચત કરવાનું જણાવી રહી છે. પરંતુ જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ માટે પણ લોકો પાસે પૈસા નથી. સ્થિતી એ હદે પહોંચી છે કે લોકને ખાવા માટેનો લોટ બજારમાંથી લેવો પરવડે તેમ નથી ત્યારે સરકારે સબસીડીની જાહેરાત કરવી પડી છે. ત્યારે આજે રવિવારના રોજ સબસીડી વાળા લોટનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન લોટ લેવા માટે લોકોમાં પડાપડી સર્જાઈ હતી અને કેટલીક જગ્યાઓ પર સ્ટોક ખુટી પડ્યો હતો. લોટ મેળવવાના આ સંઘર્ષમાં આજે 6 સંતાનના 45 વર્ષી પિતાએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અર્થવ્યવસ્થાની વણસેલી સ્થિતીમાં પાકિસ્તાનામાં લોટના ભાવ આસમાને પહોંચી ગયા છે. બજારમાં લોટના 20 કિલોગ્રામના પેકેટ માટે લોકોને રૂપિયા 3100 ચૂકવવા પડે છે. આ સ્થિતીમાં સરકારે લોટ પર સબસીડી જાહેર કરી રૂપિયા 1200માં લોટનું વિતરણ શરૂ કર્યું હતું. પરંતુ મળતા અહેવાલ મુજબ ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનમાં લોટનો સ્ટોક ખૂટી પડતા સબસીડીવાળો લોટ શોધવા લોકો સરકારી દૂકાનોમાં ભટકી રહ્યા છે. આ સ્થિતીમાં અનેક સ્થળો પરથી કરૂણ દૃષ્યો સામે આવી રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








