Tuesday, October 13, 2026
HomeNationalડાંગરી આતંકી હુમલાના આતંકીઓને શોધવાનું ઑપરેશન તેજ, બે આતંકીઓ આ રીતે કર્યા...

ડાંગરી આતંકી હુમલાના આતંકીઓને શોધવાનું ઑપરેશન તેજ, બે આતંકીઓ આ રીતે કર્યા ઠાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. શ્રીનગર: જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના રજૌરી (Rajouri)ના ડાંગરી વિસ્તારમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે ભારતીય સૈન્ય(Indian Army) દ્વારા બાલાકોટ સરહદ પર તૈનાત 2 આતંકીઓને ઠાર માર્યા છે. મહત્વની વાત છે કે ડાંગરીમાં થયેલા આંતકી હુમલામાં સામેલ આંતકીઓને ઝડપી લેવા વ્હાઈટ નાઈટ કોર્પ્સ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સર્ચ ઑપરેશન દરમિયાન બંને આતંકીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ છે.

જમ્મુ-કાશ્મીરના બાલાકોટ સરહદ વિસ્તારમાં ડાંગરી ખાતે થયેલા આતંકી હુમલાને પગલે સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. સૈન્ય દળો દ્વારા સરહદ પર ચાંપની નજર રાખવામાં આવી રહી છે સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા સરહદના એક કિલોમીટરના દાયરામાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઉપરાંત સરહદપારથી થતી ઘુસણખોરી અટકાવવા માટે બીએસએફની ટીમ પણ ચાંપતી નજર રાખી રહી છે. એવામાં બાલાકોટ વિસ્તારમાં સૈન્યને ગતરોજ શનિવારે સાંજના સમયે શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ સર્ચ ઑપરેશન દરમિયાન સૈન્ય જવાનોએ બે આંતકીઓને ઠાર માર્યા હતા.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં જમ્મુ-કાશ્મીરમાં 172 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. માટે જમ્મુ-કાશ્મીર પોલીસે પણ આતંકવાદ વિરોધના અભિયાનને વર્ષ 2022માં ખુબ સફળતા મળી તેમ કહ્યું હતું. પોલીસે કહ્યું હતું કે, ઘાટીમાં 9 ઑપરેશન થયા જેમાં 172 આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હતા. જેમાં 42 વિદેશી આતંકીઓ પણ સામેલ છે. માર્યા ગયેલા આંતકીઓમાં લશ્કર-એ-તૌયબા, ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ, અલ-બદર, AUGH, JEM અને HM જેવા આતંકી સંગઠનના આતંકીઓ હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular