નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં ચોરી કરી બહાર નિકળેલા ચોરે જ લૂંટી લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી. જેમાં એક ચોર કરિયાણાની દુકાનમાંથી ચોરી કરી બહાર નિકળતો દેખાય છે ત્યારે બીજા લૂંટારા આવી પહોંચે છે અને ચોર પાસેથી ચોરીનો સમાન લૂંટી લેતા જણાય છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોર કરિયાણાની દુકાનમાંથી માલમત્તાની ચોરી કરી બહાર નિકળતો હતો. આ દરમિયાન ચોર ચોરી કરી જેવો દુકાનના શટરમાંથી છુપાઈને બહાર નીકળે છે કે તુરંત જ બે લૂંટારા આવી પહોંચે છે અને, ચોરને ચાકુ બતાવી તેની પાસે રહેલી રોકડ રકમ લૂંટી લીધી હતી.
વધુ વાંચો
નારણપુરની મોદી આઈ કેર હોસ્પિટલમાં ભેદી આગ, બે લોકોના મૃત્યુ
આ ઘટનાની જાણકારી ત્યારે સામે આવી જ્યારે કરિયાણાના દુકાનના માલિકને ચોરીની જાણ થઈ અને તેને સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. દુકાનદારે સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા તેને સમજાયું કે તેની દુકાનમાં રહેલા રૂપિયા 17 હજારની ચોરી કરી ચોર દુકાન બહાર નિકળે છે કે તુરંત તે ચોર પણ લૂંટાય જાય છે. આ મામલે માલિકે શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સીસીટીવીના ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક શખ્સ દુકાનનું શટર ઉંચકી દુકાનમાં ઘુસે છે. ચોર દુકાનમાં પ્રવેશ કરી દુકાનના ડ્રોવરમાં રહેલા રોકડા પૈસાની ચોરી કરે છે અને બાદમાં તે બીજી વસ્તુઓની શોધખોળ કરે છે. બાદમાં જ્યારે ચોરીનો સામાન લઈ ચોર દુકાનના શટર નીચેથી નીકળે છે કે તેને ચપ્પુ સાથેના લૂંટારાનો ભેટો થાય છે. ત્યારબાદ લૂંટારા ચોરીના સામાનને ચોર પાસેથી લૂંટી નાસી છૂટે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








