Sunday, April 19, 2026
HomeNationalપુતિનની જાહેરમાં ટીકા કરનાર સાંસદનું ભારતમાં શંકાસ્પદ મોત

પુતિનની જાહેરમાં ટીકા કરનાર સાંસદનું ભારતમાં શંકાસ્પદ મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાયગઢઃ રશિયા(Russia)થી ભારતના પ્રવાસે (tour of India) આવેલા બે રશિયન વ્યક્તિનું એક જ અઠવાડિયામાં મોત નિપજતા અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. મૃત્યુ પામનાર એક વ્યક્તિ રશિયાના રાજકારણીમાંથી સૌથી વધુ કમાણી કરનાર રાજનેતા છે. જેમનું ગત શનિવારે હોટલના રૂમમાંથી પડી જવાના કારણે મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમણે તેમના જન્મ દિવસની ઉજવણી કરવા માટે ભારત આવ્યા હતા.

Pavel Antov
Pavel Antov

રશિયાના સૌથી વધુ કમાણી કરનારા રાજનેતા પાવેલ એન્ટોનોવનું શનિવારે ઓડિશાની એક હોટલમાં તેમના રૂમની બારીમાંથી પડી જવાથી મૃત્યુ થયું હતું. જોકે આ બનાવના બે દિવસ પહેલા ગુરુવારે જ ભારતમાં એક પાર્ટી દરમિયાન તેમના એક મિત્રનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે, પાવેલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સમર્થક પાર્ટી સાથે સંકળાયેલા છે. જોકે, યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા પછી તેમણે ઘણી વખત પુતિનની ટીકા કરી હતી. એન્ટોનોવ રશિયાના વ્લાદિમીર ક્ષેત્રના સાંસદ હતા અને 2019માં રશિયાના સૌથી વધુ કમાણી કરનાર રાજકારણી હતા. તેઓ પોતાનો 65મો જન્મદિવસ ઉજવવા ભારત આવ્યા હતા.

- Advertisement -
Vladimir Videnov
Vladimir Videnov

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, એન્ટોનોવનું મોત એક હોટલના ત્રીજા માળેથી પડી જવાના કારણે થયું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે 65 વર્ષીય પાવેલ શનિવારે હોટલની બહાર લોહીથી લથપથ હાલતમાં પડેલો જોવા મળ્યો હતો અને તેનો સહ-મુસાફર વ્લાદિમીર બિડેનોવ 22 ડિસેમ્બરે તે જ હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે હોટલના પહેલા માળે તેના રૂમમાં બેભાન અવસ્થામાં પડેલો હતો અને તેની પાસે દારૂની કેટલીક ખાલી બોટલો હતી. જોકે હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

વ્લાદિમીર અને પાવેલ રશિયન પ્રવાસનના ચાર સદસ્યીય સમુહનો ભાગ હતા, પાવેલના મૃત્યુ પર એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે ઓ આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. તેમણે કહ્યું કે પાવેલ તેના મિત્રના મૃત્યુને કારણે ડિપ્રેશનમાં હતા. પોલીસે જણાવ્યું હતું કે તેઓ પોવેલના મૃત્યુના તમામ દિશામાં તપાસ કરી રહ્યા છે, ઓડિશાના ડીજીપી સુનિલ કુમાર બંસલે કહ્યું હતું કે ચાર રશિયન પ્રવાસીઓ રાયગઢ જિલ્લામાં આવ્યા હતા, જેમાંથી એકનું મૃત્યુ હૃદયની બિમારીને કારણે થયું હતું અમે આ અંગે તપાસ શરૂ કરી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ બનાવના બે દિવસ પછી અન્ય એકનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. અમે CIDને તપાસમાં જોડાવા માટે નિર્દેશ આપ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular