Sunday, April 19, 2026
HomeNationalનાકથી રસી મળશે પણ જીએસટી સાથે પૈસા ચૂકવવા પડશે ! સરકારે નક્કી...

નાકથી રસી મળશે પણ જીએસટી સાથે પૈસા ચૂકવવા પડશે ! સરકારે નક્કી કર્યા નેઝલ વેક્સિનના ભાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ભારત બાયોટેક(Bharat Biotech)ની નાક દ્વારા અપાતી ઇન્ટ્રાનેસલ કોરોના રસી INCOVACC ની કિંમત નક્કી કરવામાં આવી છે. ભારત સરકાર( Government of India)ના જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પિટલોમાં એક ડોઝની કિંમત રૂ. 800 હશે. આ ઉપરાંત પાંચ ટકા જીએસટી પણ ચૂકવવો પડશે. ખાનગી હોસ્પિટલોને પણ એક ડોઝ માટે 150 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવાની છૂટ આપવામાં આવી છે. ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ વેક્સીન iNCOVACC ગત અઠવાડિયે જ કોરોના રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી હતી.

ઇન્ટ્રાનેસલ રસી અગાઉ કોવેક્સિન અથવા કોવિશિલ્ડ સાથે સંપૂર્ણ રસી મેળવનારા લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂર કરવામાં આવી હતી. જાન્યુઆરીના અંત સુધીમાં લોકો માટે ઉપલબ્ધ થશે જેમણે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોવિડ -19 રસીકરણ અભિયાનમાં iNCOVACC ના સમાવેશને મંજૂરી આપી છે, શરૂઆતમાં આ રસી ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે અને તેને CoWin એપમાં ઉમેરવામાં આવશે.

- Advertisement -

કેન્દ્ર સરકારે ચાર દિવસ અગાઉ જ ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મંજૂરી આપી હતી. સરકાર તરફથી આ રસીની કિંમત ખાનગી હોસ્પિટલોમાં 800 રૂપિયા અને કંપની તરફથી સરકારી હોસ્પિટલોમાં 325 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કરાયો છે. બંનેમાં 5 ટકા GST અલગથી લેવામાં આવશે, ખાનગી હોસ્પિટલમાં 840 રૂપિયામાં અને સરકારી હોસ્પિટલમાં 345 રૂપિયામાં ટેક્સ સાથે આ રસી લોકો ખરીદી શકશે. ભારત બાયોટેકે આ નાકથી લેવાતી રસી યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સાથે મળીને તૈયાર કરી છે. ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ક્રિષ્ના ઈલાના જણાવ્યા અનુસાર, ‘Incovac’ કોવિડ સામે અસરકારક છે. તે કોવિડ-19 સામે મ્યુકોસેલ રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. ડૉ. ઈલાએ જણાવ્યું કે આ રસી દ્વારા અમે એવી કોવિડ વિરોધી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી છે, જે અમેરિકામાં પણ નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular