Sunday, April 19, 2026
HomeGeneralવાંચો રાજકોટમાં સોસાયટીમાં દારૂ પાર્ટીથી કંટાળેલી મહિલાઓએ શું કર્યું ?

વાંચો રાજકોટમાં સોસાયટીમાં દારૂ પાર્ટીથી કંટાળેલી મહિલાઓએ શું કર્યું ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રોજકોટમાં સ્થાનિકોએ પોલીસનું કામ કરીને દારૂની મહેફીલમાં (Rajkot liquor party) રંગમાં ભંગ પાડ્યો હતો. દારૂ પાર્ટી કરીને સ્થાનિકોને અવારનવાર હેરાન પરેશાન કરતા લોકોને મહિલાઓએ કાયદાનો પાઠ ભણાવ્યો છે. દારૂપાર્ટી કરી રહેલા લોકોને તેમના જ ઘરમાં તાળુ મારીને બંધ કરી દીધા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરી પાર્ટી કરવા ભેગા થયેલા 3 લોકોની પોલીસ પાસે ધરપકડ કરાવી હતી.

મહિલાઓએ દારૂડિયાઓને પોતાના જ ધરમાં બંધ કર્યા

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના નિર્મલા રોડ પાસે તિરૂપતિનગર સોસાયટીમાં દારૂની પાર્ટી કરતા યુવકોથી સોસાયટીની મહિલાઓ ત્રાહિમામ પોકારી ગઈ હતી. દારૂડીયાઓથી આખરે કંટાડીને મહિલાઓ ઘરમાં તાળુ મારીને પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ આવી પહોંચી હતી. પોલીસે 4 લોકોની ધકપકડ કરીને રીક્ષામાં પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

- Advertisement -

દારૂ પીને એરગનથી ફાયરિંગ કરતા

સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા આઠ મહિનાઓથી આ લોકો દારૂ પીને ખેલ કરતા હતા, એરગનમાંથી ફાયરિંગ કરતાં હતા. દારૂ પીવા બેઠા તે દરમિયાન 8 જેટલા લોકો હતા પરંતુ પોલીસ આવતા 3થી 4 લોકો ભાગી ગયા હતા, અહીં બધા કાળા કલરના ઝબલામાં દારૂની બોટલો લઈને આવે છે, પછી બધા ભેગા થઈને દારૂ પીવે છે, રાતના મોડા સુધી સ્પીકરમાં મોટેથી ગીતો વગાડે છે.

પોલીસ પણ દારૂડિયાઓને પકડીને થાકી

વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ લોકોને દારૂ પીધા બાદ કપડા પહેરવાનું પણ ભાન નથી રહેતું, અમે આ અંગે અવારનવાર પોલીસમાં જાણ કરી છે, પોલીસ આવીને પકડી જાય અને 2,3 દિવસે આ લોકો છૂટી જાય છે, આ મકાનના માલિક કશ્યપભાઈ ઠાકોર છે, તેમના પત્ની અવસાન પામ્યા ત્યારથી તેઓ દારૂડીયાઓને ઘરે ભેગા કરતાંહતા, દિવસ દરમિયાન 10થી 15 લોકોની અવરજવર રહેતી હતી, દારૂના કેસમાં મોટો ગુનો દાખલ ન થતો હોવાના કારણે થોડો દિવસોમાં જ છુટી જતાં હતા, પોલીસ પણ આ લોકોથી થાકીને કહેતા હતા કે કેટલીકવાર પકડી જઈએ.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular