Saturday, November 28, 2026
HomeGujarat31મી ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસ તૈયાર, 1200 બોડીવોર્ન કેમેરા દ્વારા થશે ચેકિંગ

31મી ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસ તૈયાર, 1200 બોડીવોર્ન કેમેરા દ્વારા થશે ચેકિંગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સામાન્ય રીતે જ્યારે જ્યારે વર્ષના અંતે 31 ડિસેમ્બર આવે ત્યારે પોલીસનું કામ વધી જાય છે. અન્ય રાજયોની જેમ હવે ગુજરાતમાં પણ 31 તારીખની રાતે દારૂની મહેફિલો કરવી અને રસ્તા પર ફરવું લોકો પસંદ કરે છે, ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે આવા લોકોને પકડવા માટે પોલીસની કામગીરી વધી જાય છે. દારૂની સાથે સાથે હવે ગુજરાતમાં ડ્રગ્સનું સેવન પણ વધી રહ્યું છે, જેના કારણે હવે પોલીસે ડ્રગ્સ સંબંધિત પણ તકેદારી રાખવી પડશે.

અમદાવાદ પોલીસની શું છે તૈયારી?

31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદમા આવવા માટેના તમામ એન્ટ્રી-એક્સિટ પોઈન્ટ ઉપર પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ દારૂ પીધેલા લોકોનું ચેકિંગ કરવા માટે પોલીસને 700 જેટલા બ્રેથ એનલાઈઝર આપવામાં આવ્યા છે. આ ચેકિંગ દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થાય તેવી સ્થિતિમાં કોની જવાબદારી છે તે નક્કી કરવા માટે પોલીસને 1200 જેટલા બોડીવોર્ન કેમેરા આપવામાં આવ્યા છે.

- Advertisement -

કયા વિસ્તારમાં હશે ખાસ ચેકિંગ?

અમદાવાદનાં પોશ ગણાતા વિસ્તારો જેવા કે સિંધુભાવન રોડ, એસજી હાઇવે, એસપી રિંગ રોડ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર અને યુનિવર્સિટી વિસ્તારમાં પોલીસ ખાસ ધ્યાન રાખશે, કારણ કે છેલ્લા ઘણા સમયમાં આ વિસ્તારોમાં ડ્રગ્સના પણ ઘણા કેસ થયા છે જેને ધ્યાનમાં રાખીને પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત કાંકરીયા કાર્નિવલ પણ ચાલી રહ્યો છે જેને કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમને પણ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે.

મહિલાઓ માટે શું તકેદારી રાખવામા આવશે?

મહિલા સંબંધિત અપરાધોને અટકાવવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ‘શી ટિમ’ને પણ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. રસ્તા ઉપર મહિલાઓ સાથે છેડતી કરતાં અને મહિલાઓને હેરાન કરતાં લોકોને પકડવા માટે પોલીસની બાઈકર્સ ટીમને પણ તૈનાત કરવામાં આવશે. સાથે જ મોલ, ગાર્ડન અને મલ્ટિપ્લેક્સ આગળ શી ટીમ તૈનાત કરવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular