Thursday, June 4, 2026
HomeGujaratSuratVideo: સુરતમાં કારખાના માલિક, પિતા અને મામાની હત્યા; નોકરીમાંથી કાઢી મૂકતા કામદારોએ...

Video: સુરતમાં કારખાના માલિક, પિતા અને મામાની હત્યા; નોકરીમાંથી કાઢી મૂકતા કામદારોએ હુમલો કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં સતત હત્યા અને હત્યાના પ્રયાસના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા હોય છે, ત્યારે વધુ એક ખૂની ખેલ ખેલાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં નોકરી માટે એક સાથે ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે. કારીગરો ફેક્ટરીના માલિક સહિતના ત્રણ લોકોની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. શહેરના આમરોલી વિસ્તારમાં કારખાના માલિક સહિત ત્રણની હત્યા થતાં કારખાનામાં ભયનો માહોલ છવાયો હતો.

કારખાના માલિક પુત્રને બચાવવામાં પિતા અને મામા વચ્ચે પડ્યા

પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના આમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રીલ (Surat Amroli Anjani Industrial) માં વેદાંત ટેક્સો નામના કારખાનામાં આજે મારામારીની ઘટના બની હતી. જેમાં કારખાના કારીગરો દ્વારા માલિક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. કારખાનામાં થયેલી મારામારીમાં કારખાનાના માલિક કલ્પેશ ધોળકીયા, તેમના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે કિરણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પિતા, પુત્ર અને મામાનું મોત નિપજ્યું હતું.

- Advertisement -
મૃતક ધનજીભાઈ, કલ્પેશ અને ઘનશ્યામભાઈ

નોકરીમાંથી કાઢી મૂકતાં કામદારોએ હુમલો કર્યો

એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતાં કારીગરોને નોકરી પરથી કાઢી મૂકવામાં આવતા બે કામદારોએ કારખાનાના માલિક અને તેમના પિતા પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન કારખાનાના માલિકના મામા બચાવવા માટે વચ્ચે પડતા તેમની પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે કારીગરો હુમલો કર્યા બાદ ફરાર થઈ જતાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવારમાં ત્રણેયના મોત નિપજ્યા હતા.

ત્રિપલ મર્ડર અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો કારખાને દોડી આવ્યો હતો. પોલીસે ફરાર થઈ ગયેલા કામદારો અને તેના સાથીઓને ઝડપી પાડવા હાલ કાર્યવાહી હાથ ધરી છે. જોકે પરિવાર દ્વારા ચીમકી આપવામાં આવી છે કે, જ્યાં સુધી આરોપીઓને પકડી પાડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે નહીં.

જુઓ CCTV સુરતમાં કારખાના માલિક, પિતા અને મામાની હત્યા
- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular