નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે કહ્યું કે, મંગળવારથી દેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે. મંત્રાલયે ક્રિસમસ અને નવા વર્ષને લઈને નવી માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યું છે. આ સાથે સરકારે કોરોના સામેની જંગમાં ટુ-ડ્રોપ નેઝલ વેક્સિન (Two Drop Nasal vaccine)ને પણ મંજૂરી આપી છે. જેમણે કોવિશિલ્ડ અને કોવેક્સિન લીધું છે તેઓ પણ આ બૂસ્ટર તરીકે લઈ શકે છે. તેમને આજથી રસીકરણ અભિયાનમાં સામેલ કરવામાં આવ્યું છે અને તે કોવીન એપ્લિકેશન પર દેખાશે. પરંત હાલમાં આ રસી ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ રહેશે.
Covid ને કારણે એરપોર્ટ પર આ હશે નિયમો
ભારતમાં શનિવારથી તમામ એરપોર્ટ પર રેન્ડમ સેમ્પલિંગ શરૂ થશે. રેન્ડમ સેમ્પલિંગ માટે પેસેન્જર પાસેથી કોઈ ફી વસૂલવામાં આવશે નહીં અને તેનો ખર્ચ આરોગ્ય મંત્રાલય ઉઠાવશે. એરલાઈન રેન્ડમલી 2% મુસાફરોની ઓળખ કરશે. મંત્રાલયે આજે જણાવ્યું હતું કે, “એક વલણ રહ્યું છે – કોવિડ ચીન, કોરિયા, બ્રાઝિલથી ફેલાવાનું શરૂ કરે છે અને પછી દક્ષિણ એશિયામાં આવે છે. તે 20-35 દિવસમાં ભારતમાં પહોંચી ગયું છે. આપણે સતર્ક રહેવું પડશે.”
ખાનગી હોસ્પિટલમાં મળશે Nasal vaccine
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે, એક્સપર્ટ કમિટિએ ટુ-ડ્રોપ નેઝલ વેક્સિનને મંજુરી આપી દીધી છે. કોવિન એપ પર આજથી ભારત બાયોટેકની આ ટુ-ડ્રોપ નેઝલ વેક્સિનને સામેલ કરવામાં આવશે. જોકે હાલમાં નેઝલ વેક્સિન ખાનગી હોસ્પિટલમાં મળશે. કહેવાય છે કે સરકાર ટૂંક સમયમાં નેઝલ વેક્સિનને સરકારી હોસ્પિટલોમાં અને માર્કેટમાં ઉપલબ્ધ કરાવશે. નોઝલ વેક્સિનની મંજૂરી મળતા જ હવે ઈંજેક્શન વાળી વેક્સિનથી છુટકારો મળી શકે છે. નાકમાં બે ટીપાં નખાવીને વેક્સિન લઈ શકાય છે.
Nasal vaccine ની ટ્રાયલ શું કહે છે
હૈદરાબાદની કંપનીએ નેઝલ વેક્સીનનું 4 હજાર વોલેન્ટિયર્સ પર ક્લીનિકલ ટ્રાયલ કર્યું હતું. આ દરમિયાન કોઈને પણ કોઈ જ પ્રકારની સાઈડ ઈફેક્ટ દેખાઈ ન હતી તેવો દાવો પણ તેમણે કર્યો છે. ગત ઓગસ્ટ મહિનામાં 3 તબક્કાના ક્લીનિકલ ટ્રાયલ બાદ નેઝલ વિક્સિન BBV154 અંગે સ્પષ્ટ થઈ ગયું હતું કે, તે સુરક્ષિત છે. નેઝલ વેક્સિન BBV154 અંગે ભારત બાયોટેક દ્વારા જણાવ્યું હતું કે, Nasal vaccine ને નાક દ્વારા આપવામાં આવે છે. આ રસી સસ્તી છે જેથી ઓછા અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે યોગ્ય રહેશે. આ રસી ઈન્ફેક્શન અને સંક્રમણને ઓછું કરશે તેમ કહેવાય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








