Friday, May 1, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટાયરે દગો દેતા 1નું મોત; ગમખ્વાર અકસ્માત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટાયરે દગો દેતા 1નું મોત; ગમખ્વાર અકસ્માત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નડિયાદઃ ગુજરાતના એક માત્ર એક્સપ્રેસ હાઈવે પર અવાર-નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સામે આવ્યો છે. આ કાર અકસ્માતમાં વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગ ત અનુસાર, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે (Ahmedabad Vadodara Expressway)પર વહેલી સવારે અમદાવાદ તરફ આવવાના રસ્તે નડિયાદ નજીક ફતેપુરા સીમમાં વર્ના કારનો અકસ્માત સર્જાયો હતો. ફૂલ સ્પીડમાં કાર દોડી રહી હતી તે દરમિયાન અચાનક કારની આગળની સાગળનું ડ્રાઈવર સાઈડનું ટાયર ફાટી જતા ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન કારમાં 4 લોકો સવાર હતા, તે પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

- Advertisement -

એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ ગ્રામ્ય પોલીસની હદમાં અકસ્માતનો બનાવ બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મધુ સરડવાની ફરિયાદીના આધારે ગુનો દાખલ કર્યો હતો, ફરિયાદ અનુસાર મોરબી ખાતે રહેતા મધુભાઈ તેમના મિત્ર ચિરાગ બાલ્ટા અને વિશાલ ગોધાણીની વર્ના કાર લઈને તેમણે અમદાવાદ આવ્યા હતા, અમદાવાદના ગોતા પાસે રહેતા અલ્પેશ દઢાણીયાના ઘરે આવ્યા બાદ તમામ મિત્રો ધંધાના કામથી મુંબઈ ગયા હતા. જ્યાંથી પરત અમદાવાદ આવતી વખતે નડિયાદ પાસે અકસ્માત સર્જાયો હતો. આકસ્માતમાં અમદાવાદના અલ્પેશ દઢાણીયાનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular