નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ધાનેરાના ગોલા ગામમાં અંધશ્રદ્ધામાં એક પરિવાર લૂંટાયો હોવાનું પ્રકાશમાં આવું છે. પાંચ ભુવાઓ વિધિના નામે 35 લાખ રોકડ અને 1.70 લાખની ચાંદી લઈને ફરાર ગયા છે. 5 ભુવાઓએ પરિવારનું દુઃખ દુર કરવા માટે એક કરોડ રૂપિયા માગ્યા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પરિવારે 35 લાખ રોકડ અને 1.70 લાખની ચાંદી ભૂવાઓને આપતા દરિયાન વીડિયો ઉતાર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આજના આધુનિક જમાનામાં પણ લોકો પર જ્યારે આફત આવતી હોય છે ત્યારે કેટલાક લોકો અંધશ્રદ્ધામાં આવીને ભૂવા અને તાંત્રિકોનો સહારો લેતા હોય છે. જોકે મોટા ભાગે શહેર કરતાં ગામડામાં પણ હજી કેટલાક લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાશ રાખતા હોય છે. પરિવાર પર આવેલા દુઃખને કરવા ભૂવા અને તાંત્રિકોનો સહારો લેવાના ચક્કરમાં છેતરાતા હોવાના અગાઉ અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો બનાસકાંઠામાં સામે આવ્યો છે. ધાનેરા પંથકના ગોલા ગામે રહેતા એક પરિવાર અંધશ્રદ્ધામાં લાખો રૂપિયા લૂંટાયા છે.
ગોલા ગામના પરિવારના દુઃખનો લાભ લઈને પાંચ ભૂવાઓ પરિવારને વિશ્વાસમાં રાખીને 82 વર્ષ પહેલા તમારા ઘરમાં માતા મૂકેલી છે, જેથી ચહેર માની બાધા રાખવી પડશે અને એક કરોડ જેટલો ખર્ચ થશે તો જ દુઃખ દૂર થશે, નહીંતર મોટું નુકશાન થશે તેવો ભય બતાવતા પરિવાર ભૂવાઓની વાતમાં આવી ગયો હતો. થોડા સમય બાદ પરિવારને થોડુ સારૂ થઈ જતાં પરિવારના સભ્ય ભૂવાઓની વાતમાં આવી ગયો હતો. જોકે ભૂવાઓએ તકનો લાભ લઈને માતાની બાધા કરવી પડેશે નહિતર મોટુ નુકશાન થશે તેવી બિક આપી હતી.
વિધી કરવા માટે પરિવારના બે ભાઈઓએ ઉછીના પૈસા લાવીને 35 લાખ રોકડા તેમજ 1.70 લાખની ચાંદીની પાટો આપી હતી. જોકે રોકડ અને ચાંદી લઈને 5 ભૂવા રફુચક્કર થઈ ગયા હતા. થોડા સમયબાદ પરિવાર છેતરાયો હોવાનો અહેસાસ થતાં પરિવાર પોલીસની મદદે પહોંચ્યો હતો. પરિવારે રોકડ અને ચાંદી આપતી વખતનો 38 સેકન્ડનો એક વીડિયો બનાવ્યો હતો જે પોલીસ સમક્ષ રજુ કરવામાં આવતા વીડિયોના આધારે ઠગ ભૂવાઓને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








